નર્મદા જિલ્લાના ખુરદી ગામે પ્રેમિકાના વીરહમાં પ્રેમી યુવકે આત્મહત્યા કરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પોતાના પ્રેમી સાથે રહેતી પ્રેમિકાને તેના માતા-પિતા લગ્ન તારી સાથે જ કરીશું કહીને પોતાના ઘરે લઈ ગયા પ્રેમી યુવકના મન ઉપર લાગી આવતા જીવન ટૂંકાવ્યુ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખુરદી ગામ ખાતે પ્રેમિકા ના વીરહ માં એક પ્રેમી એ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મરનાર યુવક નિર્મેશભાઈ અમરસિંહભાઈ વસાવા ઉ વર્ષ 20 રહેવાસી ખુરદી, તાલુકો ડેડીયાપાડા, જિલ્લા નર્મદા ના પિતા અમરસિંહ વસાવા એ ડેડીયાપાડા પોલીસ મથકમાં પોતાની ફરિયાદ લખાવતા જણાવ્યું છે કે તેના દીકરાની પ્રેમિકા અનિશાબેન પોતાના પુત્ર નિર્મેશને પ્રેમ કરતી હોય ને માતા પિતા નું ઘર છોડી તેઓના ઘરે ખુરદી ગામ ખાતે આવી ગઈ હતી આ બાબતની જાણ પોતાના પુત્ર ની પ્રેમિકા અનિષાબેનના માતા-પિતાને થતા તેઓ તેમની દીકરીને સમજાવી ને યુવકને એમ કહીને પોતાના ઘરે લઈ ગયેલા હતા કે અમારી છોકરી ના લગ્ન તારી સાથે જ કરી આપીશું તે પછી તમારા ઘરે મોકલીશું તેમ કહીને પોતાની છોકરી અનીશાને પોતાના ઘરે લઈ ગયેલા હતા.

આ મામલામાં પ્રેમી યુવક નિર્મેશ વસાવાને પોતાની પ્રેમિકા સાથે નો વિરહ સહન ન થતા અને માતા-પિતા પોતાની પ્રેમિકાને લઈ ગયેલા હોય પ્રેમિકાના વિરહમાં પોતાના મન ઉપર લાગી આવતા પ્રેમી યુવકે કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી હતી.

ઝેરી દવા ગટગટાવતા પરિવારજનો યુવકને સારવાર અર્થે ડેડીયાપાડા ના દવાખાનામાં લઈ ગયા હતા જ્યાં તેની તબિયત વધુ લથડતા તેને રાજપીપળા ના સરકારી દવાખાનામાં રીફર કરાયો હતો જ્યાં આ યુવકનો સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે .

ડેડીયાપાડા પોલીસે સમગ્ર મામલામાં ફરિયાદ નોંધે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here