ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરનું તાલુકાના ઇંગોરાળા અને વલારડીમાં રબારી સમાજ દ્વારા ભવ્ય સન્માન કરાયું

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

પશુ નિયંત્રણ બીલમાં વિધાનસભામાં માલધારી સમાજ વતી વાચા આપવા બદલ સમાજ દ્વારા સન્માનિત કરી આભાર ની લાગણી વ્યક્ત કરાઈ

બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી તાલુકાની સંકલન બેઠક પૂર્ણ કરી બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરી લોકોની માંગણીઓ અને પ્રાથમિક સુવિધાઓ તેમજ અન્ય પ્રશ્નો બાબતે જાણકારી મેળવી હતી
તાલુકાના વલારડી અને ઇંગોરાળાના ગામના પ્રવાસ દરમિયાન વલારડી ગામમાં ભવ્ય જાહેર સભા યોજાય હતી જેમાં ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં ખેડૂતો ના મુદા હોય કે બે રોજગાર યુવાનો નો મુદ્દો,કે પછી મોંઘવારી ના મુદા સહિતના અન્ય મુદા ઉઠાવ્યા હોવાનું જણાવ્યું હતું
ગામના લોકોના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં વલારડી ચમારડી રસ્તો પહોળો કરવાની માંગણી ગામના લોકોએ કરતા ધારાસભ્ય દ્વારા આ માંગણીઓ ગાહ્ય રાખવામાં આવેલ હતી
તેમજ વિધાનસભામાં ઢોર નિયંત્રણ અધિયમ બિલ ૨૦૨૨ રજૂ થતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના માલધારીઓ પશુપાલકો ને ખેડૂતોની લાગણી વ્યક્ત કરી આ બિલ નો વિરોધ કરવામાં આવ્યો હતો જેના સન્માનમાં તમામ માલધારી સમાજ દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને ભવ્ય રીતે સન્માનિત કર્યા હતા
તેમજ તાલુકાના નાનીકુંડળ ગામની મુલાકાત કરી અહીં કુંડળ અને ઇતરિયા ગામ ને જોડતો માર્ગ બનાવવાની ગામના લોકોએ લાગણી વ્યક્ત કરી હતી તેમજ શિરવાણીયા ગામે ચાલતા વિકાસના કાર્યો ત્વરિત પૂર્ણ કરવા જણાવ્યું હતું ત્યારબાદ લાઠી તાલુકાના ચાંવડ ગામે સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળી જે તે વિભાગને મોકલી યોગ્ય કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી
ધારાસભ્ય ના વિવિધ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત દરમિયાન સ્થાનિક તેમજ તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા,જતીનભાઈ ઠેસિયા, સરપંચ જગદીશભાઈ વઘાસિયા,રાજુભાઇ વઘાસિયા, મુકેશભાઈ ભાલીયા,અશોકભાઈ ડેરવાળીયા,શાર્દુલભાઈ ડેર તેમજ લાઠી તાલુકા કોંગ્રેસના પ્રમુખ આંબાભાઈ કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા રબારી સમાજના ઉપ પ્રમુખ જસુભાઈ રબારી પ્રતાપભાઈ મકવાણાએ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here