શહેરા : ચલાલી ગામના આર્મીમેન અરવિંદસિંહ પરમાર વયનિવૃત થતા ગ્રામજનો દ્વારા સન્માન કરાયુ

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના ચલાલી ગામમા વતની અરવિંદસિંહ વજેસિંહ પરમાર વયનિવૃત થતા તેમનુ ગ્રામજનો દ્વારા સન્માન કરવામા આવ્યુ હતૂ,અરવિંદસિંહ ૨૦૦૫ની સાલમા આર્મીમા જોડાયા હતા.અને હાલમા ૨૦૨૨માં વયનિવૃત થયા છે.તેમને ૧૭ વર્ષ ફરજ બજાવી હતી.૮૩ આર્મસ રેજીમેન્ટમાં ફરજ બજાવી હતી.જેમા પંજાબ,રાજસ્થાન,હરિયાણા,ઉત્તર પ્રદેશ,જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોમાં ફરજ બજાવી છે.તેઓ વયનિવૃત થતા તેમનુ સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામા આવ્યુ હતૂ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here