ધારાસભ્ય ચેતર ઉપર રાજકીય કારણસર ખોટી એફ.આઈ.આર અદાલત સમક્ષ એડવોકેટ ગોપાલ ઇટાલીયા ની રજુઆત

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ડેડીયાપાડા ની અદાલત સમક્ષ ચેતર વસાવા ના વકીલ ગોપાલ ઇટાલીયા અને સરકારી વકીલ અને ધારદાર દલીલો

ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા ની ગતરોજ પોલીસે ધરપકડ કરતાં આજ રોજ પોલીસ કસ્ટડીના 24 કલાક પૂર્ણ થતા નર્મદા પોલીસે ડેડીયાપાડા ની અદાલત સમક્ષ ધારાસભ્ય ચેતર વસાવાને રજૂ કર્યા હતા અને પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા ડેડીયાપાડા ની અદાલતમાં સરકારી વકીલ અને ધારાસભ્ય ચેતન વસાવા ના પ્રસિદ્ધ એડવોકેટ ગોપાલ ઇટાલીયા વચ્ચે ધારદાર દલીલો થઈ હતી.

ધારાસભ્ય ચેતર વસાવા તરફે પોતાની રજૂઆત કરતા ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું કે ચેતર વસાવા ઉપર રાજકીય કારણોસર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ગતરોજ સામે ચાલીને જ ધારાસભ્ય પોતે પોલીસ મથકે પોતાના ઉપર ગુનો નોંધાયો હોય ને જાતે હાજર થયા છે, આજે પોલીસે 24 કલાકની કસ્ટડી પૂર્ણ થતા અદાલત સમક્ષ રજૂ કર્યા છે, પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા છે તે ખૂબ જ વધુ પડતા હોવાનો ગોપાલ ઇટાલીયા એ અદાલતને જણાવ્યું હતું જે સામે સરકારી વકીલે પણ પોતાની દલીલો અદાલત સમક્ષ રજૂ કરી હતી .

આ બાબતે ધારાસભ્ય ચેતર વસાવાના એડવોકેટ ગોપાલ ઇટાલીયાના જણાવ્યા અનુસાર પોતે ચેતર વસાવા ના તરફેણમાં કાયદાકીય પક્ષ અદાલત સમક્ષ રજૂ કર્યો હતો, જે વાત અદાલતે સાંભળી ચેતર વસાવાના તા. 18 મી સુઘી બપોરના 12 વાગ્યા સુધીના ત્રણ દિવસના રિમાન્ડ અદાલતે મંજૂર કર્યા છે.
ધારાસભ્ય ચેતર વસાવા સમગ્ર વિસ્તારમાં ભારે લોકપ્રિય હોય એક લાખથી પણ વધુ મતોથી ચૂંટાયા હોય અને આદિવાસીઓના પ્રશ્નોને હરહંમેશ વાંચા આપતા હોવાનું પણ ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here