ડભોઇમાંથી ચોરાયેલ મોટર બાઇકો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ડભોઇ પોલીસ…

ડભોઇ, (પંચમહાલ) સરફરાઝ પઠાણ :-

ચોરી થયેલ હોન્ડા કંપનીની ડ્રીમ યુગા મોટરસાયકલ રજી.નં GJ 06JL6855 કી.રૂ.20,000/-ડભોઇ પોલીસ દ્વારા કબજે કરાઈ.

વડોદરા વિભાગ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક વડોદરા નાઓના આદેશ અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ડભોઇ ડિવિઝનના એસ.બી.કુંપાવત નાઓએ વાહન ચેકિંગ તેમજ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ જેના આધારે ડભોઇ પી.આઇ એસ જે વાઘેલાએ સ્ટાફના માણસોને પોલીસ સ્ટેશન વિસ્તારના જુદી જુદી જગ્યાએ સરપ્રાઈઝ વાહન ચેકિંગ કરી મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી જેના અનુસંધાને ડભોઈ પોલીસ સ્ટાફના પો.સ.ઈ. ડી આર ભાદરકા, દીપકભાઈ ઈશ્વરભાઈ રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ,અર્જુનભાઈ ધોળીયાભાઈ, યુવરાજસિંહ હરપાલસિંહ દિનેશભાઈ મોતીરામ, ભાવિકભાઈ માનસંગભાઈ દ્વારા નેત્રમ કંટ્રોલ કમાન્ડ વડોદરા ગ્રામ્ય ખાતે ચોરીમાં ગયેલ મો.સા ના રજી નંબરની તપાસ કરાવતા રજી નંબરની મો.સા ડભોઇ ટાવર રોડ કન્યાશાળા તથા નાદોદી ભાગોળ ના કેમેરાના એનપીઆર માં નંબર આવતા જે આધારે આજરોજ આ તમામ પોલીસ સ્ટાફના માણસો દ્વારા ડભોઇ આઇટીઆઇ ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ઢાલનગર વસાતના રોડ તરફથી એક નંબર વગરની હોન્ડા કંપનીની ડ્રીમ યુગા મો.સા આવતા તેને રોકી તેના ચાલક કિરણભાઈ સિંધિયાભાઈ ઉ.વ 20 કુકડ વસાહત ડભોઇનાઓને પૂછતાછ કરતા ગાડીના કાગળો માંગતા તેઓએ ગાડીના કાગળો પોતાની પાસે નહીં હોવાનું જણાવતા જેથી તેને યુક્તિ પ્રયુક્તિ થી ધનિષ્ઠ પૂછપરછ કરતા તેણે આ મોટરસાયકલ ત્રણ દિવસ પહેલા રાત્રિના સમયે ડભોઇ ખેતીવાડી ગ્રાઉન્ડ સામે આવેલ પશુ દવાખાના ના દરવાજા પાસેથી ચોરી કરી હોવાનું કબુલાત કરતા ડભોઇ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુના રજીસ્ટર નંબર1898/2022 ઈપી કો કલમ 379 મુજબ ગુનાના કામે કબજે કરી બીજી અન્ય ચોરીઓનો ભેદ ઉકેલવા આગળની તપાસ અને તજવી ચાલુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here