શહેરા તાલુકાના પાલીખંડા ગામે એક્ટિવા ચાલકને બચાવવા જતા xuv કાર ચાલકનું મોત

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના પાલીખંડા ગામે વહેલી સવારે દેહરાદૂન થી પરત વડોદરા ખાતે તેમના ઘરે જઈ રહેલા પર્ણવકુમાર અશોકકુમાર શાહ અને તેમનો છોકરો લુણાવાડા તરફ થી આવી રહયા હતા ત્યારે બોરીયા ગામના એક્ટિવા ચાલક પાલીખંડા ના હિન્દુસ્તાન પેટ્રોલપમ્પ પર થી પેટ્રોલ ભરાઈને રોડ ક્રોસ કરી રહયા હતા તે સમયે લુણાવાડા તરફ થી xuv ગાડી મા આવી રહેલા પર્ણવભાઈ દ્વારા એક્ટિવા ચાલક ને બચાવતા તેમની કાર રોડ વચ્ચે આવેલા લોખંડના રેલિંગ સાથે અથડાઈ હતી અથડાઈ એ રીતે કે રોડ ની વચ્ચે ની રેલિંગ કાર ની આરોપાર નીકળી ગઈ હતી જ્યારે આ અકસ્માતમાં પ્રણવકુમાર મોત થઈ હતી અને તેમના પુત્ર નો આબાદ બચાવ થઈ ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here