ધાનેરા તાલુકાના ગામડાઓમાં બનશે પીપળ વન-ઓક્સિજન પાર્ક

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આજે થાવર ગામમાં નિર્માણ પામેલ પીપળ વનની મુલાકાત અને પર્યાવરણ ચિંતન શિબિર આયોજન એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું.

પર્યાવરણને આપણે ખૂબ જ નુકસાન પહોંચાડયું છે તેની અસર સ્વરૂપે કોરોના મહામારીમાં ઓક્સિજનની અછત દ્વારા બધાને પ્રતીતિ થઈ છે અને હવે આવી મહામારી બચવાનો એક જ ઉપાય દેખાઈ રહ્યો છે તે છે કુદરતનું અને પર્યાવરણનું જતન કરવું.
ધાનેરા અને તેની આસપાસના વિસ્તારોમાં સેવાકીય કાર્યો અને પર્યાવરણના ઉછેરનું કામ કરતી સંસ્થા એજ્યુફન ફાઉન્ડેશન દ્વારા આજે થાવર મુકામે પર્યાવરણ ચિંતન શિબિર મળી. આ શિબિરમાં ધાનેરા તાલુકાના ગામડાના જાગૃત પર્યાવરણપ્રેમીઓ અને સરપંચોએ ભાગ લીધો અને દરેકે નક્કી કર્યું કે આ ચોમાસામાં દરેક ગામડે પડતરભૂમિ, ગોચર, સ્મશાનનીભૂમિમાં પીપળવનનું નિર્માણ થાય અને સફળ વૃક્ષારોપણ સાથે સાથે વૃક્ષ ઉછેર થાય અને વૃક્ષોનું જતન થાય એવું આયોજન કરવામાં આવ્યું અને થાવર મુકામે ગ્રામજનો સરપંચશ્રી અને નારણભાઈ પટેલ દ્વારા નિર્માણ પામેલ પીપળવનની સૌ લોકોએ માહિતી મેળવી, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજ. રાજ્યના બનાસકાંઠાના પ્રમુખ પારસભાઈ સોનીએ જણાવ્યું કે આ પીપળવનની પ્રેરણા લઈ અને દરેક લોકોએ પર્યાવરણ જાળવણીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને દરેક ગામે ગામ પણ આવા લોકભાગીદારી તેમજ સરકારી સહાય મેળવીને પીપળ વન નિર્માણનું આયોજન કરવું જોઈએ. આ માટે સંસ્થા દ્વારા આયોજન અને વિવિધ જાતિના દેશી કુળની વનસ્પતિના રોપાઓ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here