કાલોલ નગરપાલિકા દ્વારા મૂર્તિઓના વેચાણ માટે નગરપાલિકાની મિલકત વ્હાલા દવલાની નીતિએ ફાળવી દેવાતા વિવાદ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરપાલિકા નું ડેરોલ સ્ટેશન રોડ ઉપર આવેલું ફાયર બ્રિગેડ, મીની ફાઈટર તથા અંતિમ યાત્રનો રથ મુકવા ની મિલકત છેલ્લા એક વર્ષથી માલિકીના ધોરણે ખાનગી વ્યક્તિને ગણેશ મૂર્તિના સ્ટોલ માટે ફાળવી દેવાતા વિવાદ સર્જાયો છે મળતી માહિતી મુજબ કોર્પોરેટરો અને નગરપાલિકાના કેટલાક હોદ્દેદારોના વ્હાલા દવલા નીતિને કારણે નગરપાલિકાની આ મિલકતનો એક ભાગ ખાલી કરાવી ગણપતિની મૂર્તિઓના વેચાણ માટે કોઈપણ જાતની કાયદાકીય પ્રક્રિયા કર્યા વિના બારોબાર ઘરમેળે આપી દેવામાં આવે છે અને આ બાબતનું નજીવું ભાડું ફક્ત રૂપિયા ૫૦૦ વસૂલવામાં આવે છે તેવું જાણવા મળેલ છે ચાલુ વર્ષ ગણપતિ મૂર્તિઓના વેપાર કરતા કાલોલના ત્રણ જેટલા વેપારીઓએ આ જગ્યા મેળવવા માટે કાલોલ નગરપાલિકા અને લેખિત અરજી કરતાં આ બાબત પ્રકાશમાં આવી છે આ વેપારીઓએ અરજીમાં જણાવ્યા મુજબ કાલોલ નગરપાલિકા જાહેર હરાજીથી અથવા તો ટેન્ડરિંગ કરી ચોક્કસ સમયગાળા માટે ગણપતિ મૂર્તિ ના સ્ટોલ માટે આ જગ્યા ની ફાળવણી કરી આપવા અરજી આપેલ છે વેપારીઓનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે કાલોલ નગરપાલિકા ના કેટલાક કોર્પોરેટરો દ્વારા નિયમોની ઐસી કી તૈસી કરીને પોતાના માનીતા વેપારીને સ્ટોલ બનાવવા માટે નગરપાલિકા ની જગ્યા ફાળવી દે છે જેથી અમે પણ આ જગ્યાની ફાળવણી કઈ રીતે કરવામાં આવી તે તથા તે મુજબ તમામ વેપારીઓ ની અરજી લઇ વધુ ભાડું આપનારને આ જગ્યા ફાળવવા માટેની નિયમોનુસાર અરજી આપેલી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે કાલોલ નગરપાલિકા ને પોતાની મિલકત આવી રીતે કેમ આપવી પડી? શું પાલિકાની સામાન્ય સભામાં આવો કોઈ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે ખરો? કે પછી માલિકીના ધોરણે નગરપાલિકા નો વહીવટ ચાલે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here