નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના ગાડીત ગામે શાળામાં બાળકીઓ દ્વારા પોતું મારવામાં આવતું હોવાનું સામે આવ્યું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કેન્દ્ર સરકારના એસપીરેશનલ જિલ્લામાં આદિવાસીઓના શિક્ષણ ની ધરાર અવગણના

એક્જ ક્લાસ મા બાલવાડી ધોરણ 2 અને ધોરણ 3 નાં વિધાર્થીઓ અભ્યાસ કરતા જોવા મળ્યા!!!

સરકારના બેટી બચાવો બેટી પઢાવો ના નારાઓ કેમ પકડ સાબિત થઈ રહ્યા છે…

નર્મદા જિલ્લાના નાડોદ તાલુકામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળગીતો પાસે શાળામાં પહોંચવા મરાવાનો કિસ્સો પ્રકાશમાં આવતા કેન્દ્ર સરકાર જાહેર કરેલા એસપીરેશનલ જિલ્લામાં આદિવાસી બાળકો સાથે શિક્ષણના મામલે મજૂરી કરાવવાથી હવાલો કિસ્સો પ્રકાશમાં આવતા સરકારી તંત્રનીતિ રીતો સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જિલ્લામાં શિક્ષણ અને સવલતો ખૂબ જ ઓછી હોય શિક્ષકોની સંખ્યા પણ ઓછી હોય બાળકોના અભ્યાસ ઉપર માટી અસર પહોંચતી હોવાનું આદિવાસીઓમાં ભારે રોસ ફેલાયેલો જોવા મળી રહ્યો છે

નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત આગેવાનોએ નાંદોદ તાલુકાના ગાડીત ગામ ની શાળાની ઓચિંતી મુલાકાત લેતા વિદ્યાર્થીનીઓ દ્વારા કચરા પોતું કરાતું હોવાનું સામે આવ્યું છે
સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં ખડભડાટ મચ્યો છે.

ભણશે ગુજરાતના દાવાઓ નો છેદ ઉડાડતો કિસ્સો સામે આવ્યો છે જે સરકાર ની શિક્ષણ ના સેત્રે વિકાસ ની તમામ વાતો ને પોકળ સાબિત કરી રહયુ છે, અને એસ્પિરેશનલ જિલ્લાના પણ ધજાગરા ઉડી રહ્યા છે.

ધોરણ 08 માં અભ્યાસ કરતી આદિવાસી વિદ્યાર્થીનીઓ શાળામાં પોતું મારતી નજરે પડી હતી

નાંદોદ તાલુકાના ગાડિત ગામે શાળામાં બાલવાટિકા, ધોરણ 2 અને ધોરણ 3 ના વિદ્યાર્થીઓ એકજ ક્લાસમાં અભ્યાસ કરતા પણ નજરે પડ્યા હતા!!!! અને ત્રણેય ક્લાસમાં એકજ શિક્ષક!!!
કેટલાક બાળકોને ખુલ્લામાં છાપરા નીચે પણ ભણાવાય છે !!!

કેવીરીતે ભણશે ગુજરાત ??? કોણ પગલાં લેશે ??? બેટી બચાવો બેટી પઢાવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here