દાહોદ : લીમડી કન્યા શાળા ખાતે ગ્રામસભા યોજાઈ,વિવિધ સમસ્યાઓની રજૂઆત કરાઈ

લીમડી, (દાહોદ) સાગર કડકિયા :-

લીમડી નગરની સમસ્યાઓને લઈને કન્યા શાળા ખાતે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગ્રામપંચાયત હોલ ખાલી કરવવા અંગે,પાણીના મુખ્ય લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન કાપવા માટે,ગુર્જર ફળિયામાં સફાઈ અંગે,કરંબા રોડ નવો બનાવવા અંગે,ઈલેક્ટ્રીક ડીપી રીપેરીંગ અંગે,કુમાર શાળા તથા કન્યા શાળા,મિસ્ટલ સ્કૂલ તરફ જતો રસ્તો રીપેરીંગ અંગે,ખેમસરા બજાર અને કુમારવાસ માં પાણીની સમસ્યા,શિવ નગર સોસાયટી માં સ્ટ્રીટ લાઈટ બંધ,ડબગરવાસ આંગણવાડી માં નવીન મીટર લગાવવા,સબ સેન્ટર માટે જમીન ફાળવણી,હરિજનવાસ ખાતે નળ કનેકશન લગાવવા માટે,ગારીવાસ આંગણવાડી ખાતે શૌચાલયનો દરવાજો લગાવવા સહિતના વિવિધ વિસ્તારોમાં રોડ,વીજ,પાણીની સમસ્યા અંગે રજૂઆત કરાઈ હતી.

જેમાં તલાટી શ્રી કિરણ મછાર દ્વારા તમામ સમસ્યાઓને જલ્દી થી જલ્દી નિરાકરણ અંગે બાંહેધરી આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here