દક્ષિણ બેંગલુરુના સંસદ તેજસ્વી સૂર્યા તિલકવાડા ની મુલાકાતે : તિલકવાડા ભાજપા કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

દક્ષિણ બેંગલુરુ ના સંસદ અને યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા તિલકવાડા નગરની મુલાકાતે આવ્યા હતા તિલકવાડા નગરમાં આગમન થતાંજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ એ તેઓનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું દક્ષિણ બેંગલુરું ના સંસદ તેજસ્વી સૂર્યા તિલકવાડા નગરમાં ભાજપા કાર્યાલય ખાતે આવતા કાર્યકર્તાઓ દ્વારા આદિવાસી નૃત્ય કરી ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે તેઓને ફૂલ અને બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેજસ્વી સૂર્યાજી એ સ્ટેચ ઉપર ઉપસ્થિત પ્રસિદ્ધ કથાકાર વિરંચી પ્રસાદ શાસ્ત્રીજી સહિત અન્ય સાધુ સંતો ને શાલ ઓઢાડી ને આશીર્વાદ લીધા હતા અને વિરંચી પ્રસાદ શાસ્ત્રીજી અને સ્ટેચ ઉપર હાજર અન્ય સાધુ સંતોએ પ્રાર્થના કરી સંસદ તેજસ્વી સૂર્યજીને આશીર્વાદ આપ્યા હતા.

તિલકવાડા ભાજપા કાર્યાલય ખાતે સાધુ સંતો ના આશીર્વાદ લીધા બાદ તેઓ સુરવા ટોલનાકા તરફ જવા રવાના થયા હતા સુરવા ટોલનાકા થિ કેવડિયા રેલવે સ્ટેશન સુધી ભવ્ય બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યુ આ રેલી માં ભાજપા ના યુવા કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો વિશ્વ ની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે પહોંચી ને સંસદ તેજસ્વી સૂર્યાએ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ના ચરણ વંદન કરી દર્શન નો લાભ ઉઠાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here