ત્રણ માસથી શિક્ષક નથી ફરીયાદ કોને કરવી ? નસવાડીના જુના તણખલાના લોકોની વ્યથા

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ઓફીસ મા સાહેબ મળતા નથી ઓફિસની ખુરશીઓ ખાલી છે ક્યાં જવુ અમારે

નસવાડી તાલુકાના જુના તણખલા મા શિક્ષક ઘણા સમયથી આવતા નથી જેના કારણે વાલીઓ બાળકોના શિક્ષણને લઇ ચિંતામા મુકાયા છે જ્યારે વાલીઓ એકઠા થઈ નક્કી કરવામાં આવ્યુ કે આપણે બધા તાલુકા પંચાયત ખાતે જઈ રજુઆત કરીએ ત્યારે નસવાડી ખાતે વાલીઓ અને આગેવાનો ભેગા મળી તાલુકા પંચાયત ખાતે ટી પી ઓ ઓફીસ પર આવ્યા હતા ત્યાં જોતા ઓફીસ મા ખાલી ખુરશીઓ જોવા મળી હતી ત્યારે વાલીઓ મૂંઝવણ મા મુકાયા હતા અને મૂંઝાયલા વાલીઓના મુખે સાંભળવા મળ્યુ કે હવે ફરીયાદ કોને કરવી શિક્ષક શાળામા કેટલાક સમયથી નથી જેના કારણે વિદ્યાર્થીઓનુ ભણતર બગડે છે અને બાળકોના અભ્યાસ પર અસર પડે છે તો જવાબદાર કોણ? લોકો દ્રારા જાણવા મળેલ છે કે ટી પી ઓ સાહેબ ફોન કરીએ છે તો ફોન ઉપાડતા નથી તો હવે અમારે શું કરવુ તેવી ચર્ચાઓ થઈ રહી છે અને જટ કાયમી શિક્ષક મુકે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે આ બાબતે તંત્ર ધ્યાન આપે અને આદિવાસી બાળકોનું વિચારે અને આ સમસ્યા નો હલ વહેલી તકે કરે તેવી માંગ ઉઠી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here