ડભોઇ : નેશનલ ગેમ્સ જાગૃતિ સંદર્ભે મહેદવીયા સ્કૂલમાં રમતોનું ભવ્ય આયોજન

ડભોઇ, (વડોદરા) સરફરહ પઠાણ :-

ગુજરાત સરકારના રમત ગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગરના પરિપત્ર મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકારની ભાગીદારીથી તા.૨૯ સપ્ટેમ્બરથી તા.૧૨ ઓક્ટોબર ૨૦૨૨ દરમિયાન ૩૬મી નેશનલ ગેમ્સ ગુજરાત રાજ્યમાં યોજાનાર છે જેમાં ૩૬ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રમતવીરો ૩૬ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર છે. છેલ્લા ૭ વર્ષથી નેશનલ ગેમ્સનું આયોજન થયેલ નથી ત્યારે માત્ર ૩ મહિના જેટલા ઓછા સમયમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવાના પડકારને ગુજરાતે સ્વીકાર્યો છે.

આ ૩૬ માં નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી તથા શાળા કક્ષાએ રમત ગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે હેતુ થી તા.૧૫ અને ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે શાળામાં ઉપલબ્ધ મેદાન અને સાધનોની વ્યવસ્થાને ધ્યાનમાં રાખી લેગ ક્રિકેટ, સંગીત ખુરશી, રસ્સા ખેંચ, ચેસ , એથ્લેટીક્સ, કબડ્ડી, ખો ખો જેવી રમતોનું આયોજન કરવાનું નક્કી થતા શાળા સંચાલક મંડળ મહેદવીયા તાલીમી સોસાયટીના પ્રમુખ ઇબ્રાહિમભાઈ મહુડાવાલાના માર્ગદર્શન હેઠળ અને વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાના પ્રાથમિક અને હાઈસ્કૂલના તમામ શિક્ષક મિત્રોના સહયોગથી રમતોનું આયોજન થયું જેમાં લગભગ ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉપરોક્ત રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો. શાળાના પી.ટી. ટીચર રજજબ ભાઈ ની સેવાઓને બિરદાવવામાં આવી. અને વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા ટીમોને શાળા મંડળ વતી નુરમહંમદ મહુડાવાલા, શબ્બીરભાઈ દુર્વેશ, મકબુલભાઈ બાબુજીવાલા, હુસેનભાઈ પચ્ચીગર અને તમામ ટ્રસ્ટીગણે અભિનંદન પાઠવી ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું. આગામી રમતોત્સવ અને નેશનલ ગેમ્સમાં વિદ્યાર્થીઓ પોતાની વય કક્ષા મુજબ ભાગ લે એ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here