તિલકવાડા નગરમાં પતંગ અને દોરીની દુકાનોમાં જંગલખાતા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

ઉત્તરાયણ પૂર્વે તિલકવાળા ની વનવિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત બેનરો સાથે જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી આ રેલી નગરના મુખ્ય માર્ગો ઉપરથી પરત જંગલ ખાતાની કચેરીએ પહોંચી હતી

હાલ ઉત્તરાયણ પર્વ ને ગણતરી ના કલાકો બાકી હોઈ ત્યારે તિલકવાડાં વન વિભાગ દ્વારા ચાઈનીઝ દોરી થી પક્ષીઓ ને થતા નુકશાન ને લઈ ને તિલકવાળડાં નગર માં વન વિભાગ ની ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તિલકવાડા નગરમાં નીકળેલી રેલીમાં રેન્જના R.F.O (L.R gohil) એલ.આર.ગોહિલ.ચેતનાબેન માછી. પદ્મરાજ રાઉલજી.હાર્દિકસિંહ ગોહિલ.કલ્પના બારીયા.તેમજ રેન્જ ના બીટગાર્ડ સહિત વન વિભાગ ના અન્ય કર્મચારીઓ કરુણા અભિયાન રેલીમાં જોડાયા હતા આ રેલી લોકો ને જગૃત કરવા માટે વિવિધ પ્રકારના બેનરો અને બોર્ડ સાથે તિલકવાડાં નગરના મુખ્યમાર્ગો પર થઈને હાઈ સ્કૂલ થી તિલકવાડા ચોકડી પર થઈ પરત જંગલ ખાતાની કચેરીએ પહોંચી હતી.

પક્ષીઓને બચાવવા માટે વન વિભાગની જુદી-જુદી ટીમો કાર્યરત કરવામાં આવી છે પક્ષીઓ ઘાયલ થાય તે ઘટનામાં તાત્કાલિક જંગલ ખાતાની ટીમ પહોંચી જઈ પક્ષીઓનું રેસ્કયુ કરી ને તિલકવાડાં ની પશુચિકિત્સક ટીમ પાસે યોગ્ય સારવાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

તિલકવાડા વન વિભાગની ટીમે દ્વારા તિલકવાળાનગર ની પતંગ દોરી ની વિવિધ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ચાઇનીઝ દોરી નહિ વેચવા અને વાપરવા માટે સૂચના આપવામાં આવી હતી ચાઈનીઝ દોરી થી પક્ષીઓને થતા નુકશાન ને લઈ ને પતંગ ના વ્યાપાર સાથે સંકળાયેલા વેપારીઓ ને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જોકે ચેકીંગ દરમિયાન વન વિભાગ ની ટિમ ને કોઈ પ્રતિબંધિત વસ્તુ ઓ મળી ન હતી પરંતુ અચાનક ચેકીંગ થી વ્યાપારીઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here