બાબરા મહિલા પીએઆઈ દીપિકા ચૌધરીની દબંગાઈ… બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર લાઠીચાર્જ કરાતા ભાગદોડ મચી

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં બુધવારી બજાર ભરાય છે અને ત્યાં પથારા કરી નાના માણસો ધંધો કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે અમરેલી જિલ્લાના મહિલા પીએઆઈ દીપિકા ચૌધરીએ પોતાની ઘરની દાદાગીરી ચલાવી અને વેપારી મહિલાઓ ઉપર લાઠીચાર્જ કર્યો છે તે પોતાની દાદાગીરી ચલાવી રહ્યા છે તેવું જાણવા મળ્યું હતું, બાબરામાં વર્ષોથી બુધવારી બજાર ભરાય છે અને લોકો ખરીદી કરવા આવે છે.
બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર આજે પોલીસ તૂટી પડી હતી. મહિલા PSI દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદોડ મચી હતી. પોલીસે પાથરણાવાળાનો સામાન પણ ફેંકી દીધો હતો. આથી સ્થાનિક મહિલાના ટોળા એકત્ર થઈ ગયા હતા. જો કે, પોલીસના લાઠીચાર્જથી અફરાતફરી મચી ગઇ હતી.
લાઠીચાર્જ કરતા જ ખરીદી કરવા આવેલા લોકો પણ ભાગ્યા, બાબરામાં વર્ષોથી ભરાતી બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરી રોજે રોજનું કામ કરતા મધ્યમ વર્ગના લોકો અહીં આવે છે. મધ્યમ વર્ગના લોકો વસ્તુ સસ્તી મળતી હોવાને કારણે બુધવારે ખરીદી કરે છે. પરંતુ આજે અહીં સ્થાનિક PSIએ વિવાદ સર્જી મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરી દીધો હતો. મહિલાઓના ટોળા એકઠા થયા હતા પરંતુ આ મહિલા PSI ઉશ્કેરાયને કેટલીક મહિલાઓ પર લાઠીચાર્જ કરી દેતા ખરીદી કરાવા આવેલા લોકોમાં પણ અફરાતફરી મચી ગઇ હતી. મહિલાઓ સામે પોલીસની દાદાગીરી સામે આવતા નાછૂટકે લોકોને ભાગવાનો વારો આવ્યો હતો.


લાઠીચાર્જ થતા મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો, રાજ્ય સરકાર મહિલા સુરક્ષાના બણગા ફૂંકે છે : મહિલાઓનો આક્ષેપ

મહિલાઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મહિલાઓ સુરક્ષિત છે તેવા બણગાં ફૂંકે છે. રાજ્ય સરકાર આ દ્રશ્યો જુએ અને જેની જવાબદારી સુરક્ષા કરવાની છે તે જ પોલીસ ખુલ્લેઆમ દાદાગીરી પર ઉતરી આવી હોય તેવું લાગી રહ્યું છે. અમારા નાના બાળકોને પણ પોલીસે છોડ્યા નથી અને તેમના પર પણ લાઠી વરસાવી હતી. તે ઉપર વિપક્ષનેતા પરેશ ધનાણીએ પ્રહાર કર્યા અને કહ્યું આતો ગુંડારાજ ચાલે છે અને પોતાની મનમાની પોલીસ કરી રહી છે અમરેલીમાં રાવણ રાજનો આભાસ છે.
લાઠીચાર્જનો વીડિયો સામે આવતા ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here