શહેરા તાલુકાના અણીયાદ ગામની લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા ખાતે ૪૯ દિવ્યાંગ બાળકો અને ૧૧ અનાથ બાળકોને શૈક્ષણિક કીટ સહિત અનેક ચીક વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

આજરોજ શહેરા તાલુકાના અણીયાદ  ગામે આવેલ લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા ખાતે માનવતાને દીપાવે તેવો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અણીયાદ ક્લસ્ટરની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૪૯ દિવ્યાંગ બાળકો અને ૧૧ અનાથ બાળકો આમ કુલ ૬૦ બાળકોને લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક જીતેન્દ્ર જામનદાસ દ્વારા ચોપડા, બૉલપેન, થાળી, વાટકી, ચમચ, ગ્લાસ અને સ્વેટર જેવી વસ્તુઓ અને શૈક્ષણીક કીટ આપવામાં આવી હતી. જ્યારે અણીયાદ ક્લસ્ટરના આચાર્યો દ્વારા બાળકોને નાસ્તાનો ડબ્બો અને માસ્ક આપવામાં આવ્યા હતા, અને સી.આર.સી. કો. ઓર્ડીનેટર ભુપેન્દ્રભાઈ દ્વારા બાળકોને પતંગો અને મમરાના લાડુ તેમજ અન્ય શિક્ષકો દ્વારા બાળકોને ચિત્રકલાબુક, રંગો આપવામાં આવ્યા હતા.જોકે લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક જીતેન્દ્ર જામનદાસ દ્વારા દ્વારા દર વર્ષે અણીયાદ ક્લસ્ટરના દિવ્યાંગ અને અનાથ બાળકોને માનવતાની મદદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ દિવ્યાંગ બાળકો દ્વારા વૃક્ષારોપણ કરી, રાષ્ટ્રગીત ગાઈ સૌ છુટા પડયા. આ કાર્યક્રમમા ગામના આગેવાન રમણભાઈ રાઠોડ, બીટ કેળવણી નિરીક્ષક સુરેશભાઈ પટેલ,અણીયાદ પગાર કેન્દ્ર આચાર્ય વિજયભાઈ, સી.આર.સી કોર્ડિનેટર ભુપેન્દ્રભાઈ સોલંકી અને એસ.એમ.સી.ના સભ્યો, આઈ.ઈ.ડી. શિક્ષકો તેમજ અણીયાદ ક્લસ્ટરની પ્રાથમિક શાળાના આચાર્યો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here