તિલકવાડાં મામલતદાર દ્વારા આરોગ્ય વિભાગના ડોકટર સાથે ગેર વર્તન કરવા બદલ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિરોધ

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાડાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ઇન્ચાર્જ ડૉ. રાતનકુમાર રંજન સાથે તિલકવાડાં મામલતદાર દ્વારા ગેરવર્તન કરવામાં આવતા તિલકવાડાં સામુહિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ દ્વારા તિલકવાડાં મામલતદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે અને યોગ્ય કાર્યવાહી ન થાઈ ત્યાં સુધી તમામ કામગીરી નો બહિષ્કાર કરવામાં આવ્યો છે જે દરમિયાન કોઈ પણ પેરીસ્થિતિ ઉપસ્થિત થાઇ તેની જવાબદારી મામલતદારની રહેશે તેવો લેખિત પત્ર તિલકવાડાં પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યો.

તિલકવાડાં આરોગ્ય વિભાગના ડોકટર સાથે ગેર વર્તન કરવામાં આવતા તિલકવાડાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તમામ કામગીરીનો બહિષ્કાર કરી આરોગ્ય કેન્દ્ર બહાર ધરણાં પર બેસી ગયા હતા પરંતુ કોરોના મહામરીને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ધરણાંને સમાપ્ત કરી તિલકવાડાં પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ડોકટર રાતનકુમાર રંજન સાથે વાત કરતા વધુમાં તેમને જણાવ્યું હતું કે ઉંમરનો દાખલો કાઢવા બાબત મામલતદાર દ્વારા મારી સાથે ગેર વર્તણુક કરવામાં આવી જેના વિરોધમાં તિલકવાડાં પોલીસ મથકે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને આવતીકાલે રાજપીપલા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here