ધામણોદ ક્લસ્ટરના આચાર્યોની માર્ગદર્શન અને સમીક્ષા બેઠક ઠાકરિયા પ્રા.શાળામાં યોજાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના ધામણોદ આચાર્યોની શૈક્ષણિક તેમજ વહીવટી માર્ગદર્શન અને સમીક્ષા બેઠક ધામણોદ સી.આર.સી.કો.ઓર્ડીનેટર ગણપતસિંહ બારૈયાની અધ્યક્ષતામાં ઠાકરિયા પ્રા.શાળા ખાતે યોજવામાં આવી હતી. જેમાં બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમાર વિશેષ ઉપસ્થિત રહી ક્લસ્ટરની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તમામ આચાર્યો અને શિક્ષકોને ગુગલ ડોક્યુમેન્ટ્સ દ્વારા પોતાની ડોક્યુમેન્ટ નિભાવવા જ્ઞાનકુંજ પ્રોજેકટ માધ્યમથી વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મિટિંગ શાળા સ્વચ્છતા, સલામતી, શૈક્ષણિક કાર્ય, આદર્શ પાથ આયોજન, સ્કૂલ ઓફ એક્સેલન્સ, ગુણોત્સવ 2.O, એકમ કસોટી, G-SHALA, માઈક્રોસોફ્ટ ટોમ્સ એપના માધ્યમથી શિક્ષણ અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યજમાન શાળાના આચાર્ય ચંદનસિંહ પર્વતસિંહ બારીઆએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમજ સૌના માટે ચા નાસ્તાની વ્યવસ્થા શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. તેમજ HTAT હિરેન પટેલ, જસવંત બારીઆ અને અન્ય ક્લસ્ટરના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મિટિંગ દરમિયાન શિક્ષણ વિભાગની SOP અને કોવિડ – 19 ની ગાઈડલાઈન અનુસરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here