ડભોઇ તાલુકાના નડા ગામે બસ સ્ટેન્ડ નજીકથી શંકાસ્પદ અને લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ ડી વાય એસ પી.સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ ચાલુ કરાઈ

મળતી માહિતી મુજબ ગામના વણકર વાસનો યુવક ગત રાત્રી થી ગુમ હતો સવારે તેનો મૃતદેહ ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ ગૌચરની જમીનમાં રઝડતો મળી આવ્યો હતો. પોલીસના માનવા પ્રમાણે યુવકની પથ્થર ઝીંકી હત્યા કરવામાં આવી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડભોઇ તાલુકાના નડા ગામે બસ સ્ટેન્ડ નજીક લોહી લુહાણ અને સંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા હત્યા થઈ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા બાદ માથાના ભાગે પથ્થર ઝીંકી હત્યા કરી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે જ્યારે ગામમાં સંકાસ્પદ મૃતદેહ મળવાની વાત ગામમાં વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. જ્યારે નડા ગામના માજી તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ પટેલ ને માલુમ પડતા ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ગામના જ પરમાર ફળિયામાં રહેતા રાજેશ ભાઈ મનુભાઈ પરમાર નું હોવાનું માલૂમ પડતાં ભાવેશભાઈ દ્વારા મૃતદેહના પરિવાર સહિત ડભોઇ પોલીસને બનાવની જાણ કરાઈ હતી. જ્યારે ભાવેશભાઈ એ જણાવ્યું હતું કે મરનાર ના પરિવાર દ્વારા કાલે રાત્રે 8 વાગ્યાથી તેઓ ઘરે પરત ન આવતા પરિવારે તેઓની શોધખોળ આરંભી હતી પરંતુ તેઓ મળ્યા ના હતા.જ્યારે આજે સવારે ગામમાં ખબર પડતા કે કોઈનું મૃતદેહ ગામની નજીક બસ્ટેન્ડ નજીક ઝાડી ઝાંખરામાં પડેલ છે.જેને લઇ ઘટનાસ્થળે ભાવેશભાઈ અને પરિવાર તપાસ કરતા .રાજેશ ભાઈ નુજ મૃતદેહ હોય પરિવાર હીબકે ચઢ્યું હતું.સાથે ગ્રામજનો અને ભાવેશ ભાઈ દ્વારા ડભોઈ પોલીસ ને બનાવ અંગે જાણ કરતા ડભોઇ ડિવાયએસપી .ડભોઈ પી.આઈ.એલસીબી સ્ટાફ ડભોઈ મામલતદાર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતક ના ભાઈ વિજય ની ફરિયાદ આધારે હત્યાનું ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here