ડીસા તાલુકાના વરનોડા ગામે મોટિવેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

વરનોડા ગામમાં મોટિવેશન માં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ હાજરી આપી હતી.મોટિવેશનમાં મનોહરસિંહ ઝાલા સાહેબ પ્રોફેસર કૃષિ યુનિવર્સિટી આણંદ,સતવંતસિહ ભટેસરિયા સાહેબ કૃષિ ગ્રામસેવક ખેડા, અભયસિંહ રાજપૂત સાહેબ રેજો વેલ્સ ક્લાસિસ મોટાકાપરા, અને ભરતભાઈ જોષી પ્રિન્સિપાલ દામા હાઇસ્કૂલ હાજરી આપી હતી અને વિસ્તૃત માહિતી આપી હતી.બધા જ તજજ્ઞશ્રીઓ એ પોત પોતાના અનુભવ સાથે કંઈ રીતે પરિક્ષા માં તૈયારી કરવી અને પ્રેક્ટિકલ માં કંઈ રીતે વધુ ગુણ મળે તેની સમજ આપી હતી.છેલ્લે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર અને મોટિવેશન ના આયોજક એવાં પ્રવિણસિંહ પરમાર શિક્ષકશ્રી વરનોડા બધાનો આભાર વ્યક્ત કર્યો હતો અને બધા જ સ્પર્ધકો વધુ મહેનત કરે અને વધુ ને વધુ નોકરી માં જોડાઈ જાય તેવી શુભેચ્છા પાઠવી હતી.,,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here