નસવાડી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમા પોલીસ કર્મીઓએ ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી…

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ફટાકડાના રસિયા પોલીસ કર્મીઓએ તમામ કર્મચારીઓને પોતાનો પરિવાર સમજી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

નસવાડી પોલીસ સ્ટેશન મા ફટાકડા ફોડવામાં આવ્યા જે પોલીસ કર્મીઓ ફરજ પર છે અને પોતાના વતનમા પરિવાર સાથે દિવાળીનો તહેવાર મનાવી નથી શકતા અને પોતાની ફરજ નિષ્ઠા થી નિભાવે છે અને જનતા ની સેવામા ૨૪ કલાક ઉભા પગે ફરજ નિભાવનાર પોલીસ જવાનોએ દિવાળીની ખુશી પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે મળી ફટાકડા ફોડી દિવાળી મનાવી છે અને પોલીસ વિભાગ એ એક એવો વિભાગ છે જ્યાં રજા મળવી મુશ્કેલ બનેછે અને પ્રજા માટે પોતાની જવાબદારી ના કારણે પોલીસ પોતે પોતાની ખુશીઓનું બલિદાન આપી દે છે અને લોકોની સેવામાં અડક રહી ફરજ નિભાવનાર વિભાગ પોલીસ વિભાગ જે પરિવારની ચિંતા કર્યા વગર આપણી વચ્ચે સેવા નું કાર્ય કરેછે અને એમાં બદનામી નો પણ સામનો કરવો પડેછે કારણ કે કોકને સારૂ ગમે કોક ને સારૂ ના પણ ગમે લોકશાહી દેશમાં દરેક વ્યક્તિ ને અધિકાર છે પોતાની મરજી નો ઉપયોગ કરવાનો પરંતુ સારા માણસ ને સારૂ અને ખરાબ ને ખરાબ નો પાઠ ભણાવવાનું કામ પોલીસ કર્મીઓનું છે એટલા માટે ગમવા ન ગમવાની વાત કરવી પડેછે પણ નસવાડી ની પોલીસ એમનું કાર્ય વ્યવસ્થિત રીતે નિભાવે છે એમા શંકા ને સ્થાન જ નથી નસવાડીમાં ગણપતિ નો તહેવાર હોય મહોરમ નો તહેવાર હોય કે પછી નવરાત્રી નો તહેવાર હોય બાર મહિનાના દરેક તહેવારો માં નસવાડીની પોલીસ એમની ફરજ નિભાવી પોતાનું કર્તવ્ય પુરૂ પાડેછે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ પુરી તકેદારી રાખેછે અને એમની ફરજ નિષ્ઠા થી નિભાવનાર નસવાડી પોલીસ ને નસવાડી ગામ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે અને નસવાડી પી એસ આઈ સાહેબ સી ડી પટેલ સહિત તમામ પોલીસ કર્મચારીઓને કલમ કી સરકાર વતી જુબેર કુરેશી અને જાવેદ કુરેશી તરફ થી દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here