ડીસા ડી.જે એન મહેતા હાઇસ્કુલ ખાતે ૧૫ શાળાઓના 511 બાળક બાલિકાઓની નિબંધ સ્પર્ધાનુ ભવ્ય આયોજન કરાયું

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ

આજરોજ ડીસા ખાતે ડી.જે એન મહેતા હાઇસ્કુલ પરિસરમાં શ્રી જુનાડીસા જૈનસંઘ ના નિમંત્રણથી આનંદ પરિવારના કુશળ આયોજનમાં ડીસા અને કાંકરેજ તાલુકાની ૧૫ શાળાઓ ના 511 બાળક બાલિકાઓની નિબંધ સ્પર્ધાનુ ભવ્ય આયોજન થયું ,છેલ્લા બે મહિનાથી આગમ વિશારદ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મ. સા. અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મ.સા. બનાસકાંઠાના ગામડે ગામડે પગપાળા વિહાર કરી શાળાઓમાં બાળકોને પ્રવચન તેમજ ગામોમાં રાત્રી પ્રવચન કરી માનવને માનવ બનવા પ્રેરણા કરી રહ્યા છે, પૂજ્યશ્રીના માર્ગદર્શનથી બનેલા 44 પ્રેરણા ચિત્ર ઉપર 15 ગામના 511 બાળકોએ ખુબ સરસ નિબંધો તૈયાર કર્યા હતા તેમાંથી ૭૦ જેટલા બાળક બાલિકાઓ જુનાડીસા આવેલા આજે શાળા ખાતે આ 511 બાળક બાલિકાઓને ઇનામ આપવામાં આવેલું ખાસ નોંધપાત્ર છે કે જૈન સાધુ પુરુષ દ્વારા આ રીતે ગામેગામના બાળકોના સંસ્કાર સિંચન નો પ્રયત્ન સૌ કોઈ માટે આશ્ચર્ય અને અહોભાવ જન્મનારો બન્યો હતો અને આગળ પણ સળંગ ત્રણ વર્ષ સુધી આવા વિવિધ આયોજનો સંસ્કાર સિંચન માટે મોટા પાયે હાથ ધરવાની જાહેરાતો થઇ હતી 15 ગામના સરપંચો પણ ઉપસ્થિત રહી પોતાના ગામના બાળકોની ઉન્નતિ જોઈ અતિઉત્સાહી બનેલા વિશેષ અતિથિ ઠક્કર સમાજના અગ્રણી શ્રી ભગવાનભાઈ બંધુ, શ્રી જયંતીભાઈ ઠક્કર, પૂર્વ જિલ્લા મંત્રી ભાજપ ભારતસિંહ ભટેસરિયા ભડથના આગેવાન સરપંચ શ્રી બહાદુરસિંહ સહિત દરબાર સમાજ મોટી સંખ્યામાં હાજર રહેલો સૌ આગેવાનો એ પૂજ્યશ્રીના માત્ર જૈન નહીં પરંતુ છેવાડાના ગામડાઓની સમગ્ર આર્યપ્રજા ને સંસ્કારી બનાવવા ના આ અભિયાનની અહોભાવથી પ્રશંસા કરેલી , જાણે કોઈ નવા જ ઇતિહાસનું સર્જન થવા જઈ રહ્યું હોય એમાં પોતે સાક્ષી બન્યાની લાગણી વ્યક્ત કરેલી બનાસકાંઠાને સંસ્કારી બનાવવા માટેની પૂજ્યશ્રી ની વિવિધ યોજનાઓની રજૂઆત થતા સમગ્ર સભા માં આનંદ અને ઉત્સાહ ના મોજા ફરી વળેલા અને આવા પ્રકારના આયોજનો સાધુ સંતો ના નેતૃત્વમાં થાય તો અવશ્ય મોટા પરિવર્તન આવે એવા વિશ્વાસ સૌ કોઈના ચહેરા ઉપર ફરી વળેલો પૂજ્યશ્રીએ વારંવાર એમ જણાવેલું કે હું સમગ્ર આર્ય પ્રજાના કલ્યાણ માટે સુરત અમદાવાદ છોડી બનાસકાંઠા આવ્યો છું હવે બસ આપ સૌએ સક્રિય થવાની અને સહયોગ આપવાની જરૂર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here