સિદ્ધપુરમાં ઘો.૧૨ નું છેલ્લું પેપર આપવા ગયેલી ગણવાડાની સત્તર વર્ષીય સગીરા ગુમ !

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

તાલુકામાંથી છેલ્લા પંદરેક દિવસમાં ત્રણ સગીરાઓ ગુમ થયાની ઘટના ઘટતા સમાજ માટે ચિંતા અને ચિંતનનો વિષય…

સિદ્ધપુર પંથકમાં સગીરા ઓ ગુમ થવાના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા હોય તેવું પ્રતિત થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધપુર તાલુકામાંથી છેલ્લા પંદરેક દિવસમાં ત્રણ સગીરાઓ ગુમ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવા પામી છે.જે સમાજ માટે લાલ બત્તી સમાન છે.
સિદ્ધપુરના તાલુકાના ગણવાડાની ડિમ્પલ કાના ભાઈ પરમાર,ઉ.વ.૧૭ ગત ૧૨મી ના રોજ બપોરે સવા બે કલાકે તેના કુંટુંબી કાકા હરગોવનભાઈ સાથે બાઈક ઉપર ઘરેથી નીકળી સિદ્ધપુર ખાતે ધો.૧૨ પરીક્ષાનું પેપર આપવા ગઈ હતી.જ્યાં ડિમ્પલને તેના કુંટુંબી કાકા હરગોવનભાઈ એ એડનવાલા શાળાના દરવાજે ઉતારી હતી.ત્યાર બાદ સવાત્રણ વાગ્યાના અરસામાં સમોડા હાઈસ્કૂલના આચાર્યનો સગીરાના પિતા ઉપર ફોન આવેલ કે તમારી દીકરી સમાજશાસ્ત્ર વિષયની પરીક્ષાનુ છેલ્લુ પેપર આપવા આવી નથી.આથી ગુમ થયેલ સગીરાના પિતા અને તેમના ભાઈ સિદ્ધપુર ખાતે આવી ડિમ્પલની પરીક્ષા કેન્દ્રની શાળા અને આજુબાજુમાં તપાસ કરતા કોઈ ભાળ મળેલ ના હોવાથી તેણીની ગુમ થયેલ જણાઈ આવતા તેના પિતા કાનાભાઈ શંકરભાઇ પરમારે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી.જે અંગે સિદ્ધપુર પોલીસે ઈપીકો કલમ ૩૬૩ હેઠળ ગુનો નોંધી સગીરાની શોધખોળ કરવાની તજવીજ ઈ.પીઆઈ પી. એસ.ગૌસ્વામીએ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here