પંચમહાલ જિલ્લામાં નવેમ્બરમાં યોજાનાર નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટરશ્રી, પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર નવેમ્બર-૨૦૨૦માં પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકા તથા પંચમહાલ જિલ્લા પંચાયત તથા પંચમહાલ જિલ્લાની ગોધરા, કાલોલ, હાલોલ, ઘોઘમ્બા, જામ્બુઘોડા, શહેરા તથા મોરવા હડફ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજવાની થાય છે. આ સ્વરાજ્યના એકમો માટેની મતદાર યાદી તા. ૦૯/૧૦/૨૦૨૦ના રોજ સંબંધિત મતદાર નોંધણી અધિકારી અને મામલતદારશ્રીઓ દ્વારા સ્થાનિક કક્ષાએ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here