ડભોઈ ભારત ટોકીજ પાસે ભારતીય જનતા પાર્ટીની જંગી જાહેરસભા યોજાઇ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

આ જાહેર સભામાં ભોજપુરી ફિલ્મો ના સુપર સ્ટાર અને દિલ્હીના સાંસદ મનોજ તિવારી તેમજ હરિયાણાના કેબિનેટ મંત્રી સરદાર સંદીપ સિંઘ ડભોઈ વિધાનસભા ના લોક લાડીલા ઉમેદવાર શૈલેષ મહેતા ના પ્રચાર અર્થે ડભોઈ આવી પહોંચ્યા હતા

ડભોઇ ખાતે ભારતીય જનતા પાર્ટી ના પ્રચાર અર્થે ભોજપુરી ફિલ્મો ના સુપર સ્ટાર અને દિલ્હી ના સાંસદ મનોજ તિવારી અને હરિયાણાના કેબિનેટ મંત્રી સંદીપ સિંઘ આવતા તેઓની એક ઝલક નિહાળવા મોટી સંખ્યા માં જનમેદની ઉમટી પડી હતી.સાથે ઉપસ્થિત મહેમાનોનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ફુલહાર કરી ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ એ પ્રચાર જોરશોર થી શરૂ કરી એડી ચોટી નો જોર લગાવી રહ્યા છે.ત્યારે આજરોજ ભારત ટોકીઝ અલંકાર ફાર્મ હાઉસ પાસે ભારતીય જનતા પાર્ટી ના સ્ટાર પ્રચારક દ્વારા આજરોજ ડભોઇ ખાતે આવી પોતાના ભાષણમાં જાહેર સભાને સંબોધી ડભોઇ ભાજપ ના ઉમેદવાર શૈલેષ મહેતા ના વિકાસ ના કાર્યો ની પ્રસંશા કરી હતી.તેમજ આગામી ચૂંટણી માં શૈલેષ મહેતા ને વોટ આપી જંગી બહુમતી થી જીતાડવા જનતા ને અપીલ કરી હતી.સાથે વિરોધ પક્ષને લઈ સાબ્દિક પ્રહાર કર્યા હતા.જ્યારે સૈલેષ ભાઈ મહેતાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી એ આપણું વિશ્વાસ છે અભિમાન છે સ્વાભિમાન છે તેમજ ડભોઇ માં થયેલ વિકાસના કાર્યોની ઝાંખી સંભળાવી હતી સાથે જે પણ અત્યાર સુધી વિકાસના કાર્ય થયા છે તે ભાજપની સરકારે જ કર્યા છે અને જેણે વિકાસ કર્યો છે તેને જ વોટ માંગવાનો અધિકાર છે તેવું જણાવ્યું હતું તેમજ વિરોધીઓ તરફી શબ્દોના રામબાણ ચલાવ્યા હતા સાથે ચૂંટણીના દિવસે કમળનું બટન દબાવી ભારતીય જનતા પાર્ટીને જંગી વોટો થી વિજય બનાવવા અપીલ કરી હતી. જ્યારે આ જાહેર સભામાં આમ આદમી પાર્ટીમાંથી નિરાશ થઈ વિખુટા પડેલા કાર્યકરોએ દિલ્હીના સાંસદ મનોજ તિવારી અને શૈલેષભાઈ મહેતાના હસ્તે ભાજપા નો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા જેમાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ તેમજ પિયુષભાઈ પટેલ ગુલામભાઈ ખત્રી સોયબભાઈ ખત્રી નિલેશભાઈ જોશી તેમજ અન્ય કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.આ પ્રસંગે એમપીથ્રી આવેલા પ્રભારીઓ પારસરામ ચૌહાણ, પ્રેમ માસ્તાના, બીજેપીના પ્રદેશ મંત્રી જહાનવી બેન વ્યાસ ભાજપ સંગઠન ના ડો બી.જે.બ્રહ્મભટ,ડો સંદીપ શાહ,ડો મહેન્દ્ર પટેલ,સિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ.સસિકાંત ભાઈ પટેલ.વંદન ભાઈ પંડ્યા. દિનેશભાઈ પટેલ જયેશભાઈ પટેલ તેમજ ભાજપા ના દરેક મોરચાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યા માં ભાજપ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here