ડભોઇ એપીએમસી ગરબા ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કરી નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ અપાયો… નવ દિવસ ગરબે ઘુમવા ખેલૈયાઓ તૈયાર…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઈ એ.પી.એમ.સી ગ્રાઉન્ડ ખાતે ગરબા ની તમામ તૈયારીઓ પૂર્ણ થતાં આજરોજ ગરબા ગાયક ગ્રૂપ દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહી પોતાના તમામ એસ્ટ્યુમેન્ટ સિસ્ટમ ની રિહર્ષલ કરવામાં આવી હતી.ગરબા ગ્રુપ દ્વારા ગાયક ગ્રુપ સાથે તબલા ના તાલે ગરબા ની રમઝટ બોલાવી રિઅર્શલ કરતા ગરબા રસિકો જોવા માટે ઉમટી પડ્યાં હતાં.આવનાર 9 દિવસ ભક્તિ ભાવ તેમજ હર્ષોલ્લાસ થી નવરાત્રી ઉજવવા માં આવશે.તેમજ નગરજનો માટે એ.પી.એમ.સી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ડેકોરેશન સાથે મહેમાનો માટે સુંદર બેઠક વ્યવસ્થા અને ખાણી પીણી ના સ્ટોલ જેવી અન્ય સુવિધાઓ રાખવામાં આવી છે.તેમજ 9 દિવસ નગરજનો મન મૂકી ને ગરબા ઘૂમે તે માટે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ના માર્ગદર્શન થી ગરબા ગ્રાઉન્ડ ખાતે તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here