ડેડીયાપાડા પોલીસે બરડી ગામ પાસેથી અરટીકા કારમાથી વિદેશી દારૂનો રૂ.2.40 લાખનો જથ્થો ઝડપી પાડ્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ડેડીયાપાડા ભારતીય જનતા પાર્ટીના તાલુકા યુવા મોરચા ના મહામંત્રી ની દારૂના વેપલા માં સંડોવણી!!!

પોલીસે સોલિયા ગામના બે યુવાનોને ઝડપી કાર સહિત રૂ. 8.30 લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

નર્મદા જિલ્લામાં હાલમાં જ વડોદરા રેન્જ આઇજી સંદીપ સિંહ એ જિલ્લાના પોલીસ મથકોની મુલાકાત લઇ નર્મદા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ અંકુશમાં હોવાનો ચિતાર રજૂ કર્યો હતો, અને જીલ્લા મા પોલીસ સતર્કતા થી કામ કરતી હોવાનું જણાવ્યું હતું, ત્યારે વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે નર્મદા જિલ્લામાં ઘુસાડાતો હોવાનો ડેડીયાપાડા પોલીસને જાણવા મળતા મોડી રાત્રિના એક અરટીગા કાર ઝડપી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂના વેપલા સાથે સંકળાયેલા બુટલેગરોમાં ભારે ફાફડાટ ફેલાયો છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતિ અનુસાર તારીખ 23મી ના રાત્રિના 3:30 વાગ્યાના સમારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ના બયડી ગામ થી મગરદેવ તરફ જવાના માર્ગે ડેડીયાપાડા પોલીસને બાતમી મળી હતી કે એક અરટિગા કારમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય થઈ રહ્યો છે ત્યારે પોલીસે વોચ ગોઠવી જીજે 22 A 3554 નંબર ની કાર રાત્રિ ના 3- 30 કલાકે આવતાં આ કારને ઉભી રાખી તેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂના પ્લાસ્ટિકના કવાટરિયા મળી આવ્યા હતા. આ જોઈ પોલીસ ચોકી ગઈ હતી. પોલીસે કારમાં સવાર બે યુવકો ને ઝડપી પાડ્યા હતા જેમાં ડેડીયાપાડા તાલુકા ભાજપના યુવા મોરચાના મહામંત્રી અજય ચેતરભાઈ વસાવા રહે. સોલિયા તા. ડેડીયાપાડા અને 2) સંતોષ હરિલાલ વસાવા રહે. સોલિયા તા. ડેડિયાપાડા ના ઓને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે કારમાંથી રૂપિયા 2.40 લાખના વિદેશી દારૂના 2400 નંગ પ્લાસ્ટિકના કવાટરીયા, રૂ. 90,000 ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન, અને રૂ. 5 લાખની કિંમતની અરટીકા કાર મળી કુલ રૂ.8.30 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. સમગ્ર ડેડિયાપાડા પંથક માં ભારતિય જનતા પાર્ટીના આગેવાન ની દારૂ ની હેરાફેરી માં સંડોવણી બહાર આવતા ચર્ચા નો વિષય બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here