સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,ગોધરા ખાતે ડી.એલ.એસ.એસ. સ્કુલમાં પ્રવેશ મેળવવા બેટરી ટેસ્ટ યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ગોધરા ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર હસ્તક જીલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના કાર્યરત છે. રાજ્યના રમતવીરોની પ્રતિભાને વૈશ્વિકસ્તરે લઇ જવા માટે આગામી વર્ષ-૨૦૨૨-૨૩ના શૈક્ષણિક સત્રમાં યુવા પ્રતિભાશાળી ખેલાડીઓને રાજ્યના વિવિધ જીલ્લાઓમાં કાર્યરત ડી.એલ.એસ.એસ. શાળાઓમાં પ્રવેશ આપવા ૧૧માં ખેલમહાકુંભ અંર્તગત યોજાયેલ પંચમહાલ જીલ્લાના દરેક તાલુકાકક્ષાએ અન્ડર-૧૧ વયજૂથની એથ્લેટીક્સ સ્પર્ધામાં ૧)સ્ટેન્ડિંગ બ્રોડ જંપ અને ૨) ૫૦ મીટર દોડની સ્પર્ધામાં ૦૧ થી ૦૮ ક્રમાંકના વિજેતા ખેલાડી ભાઈઓ/બહેનોને જીલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કુલમાં પ્રવેશ કસોટી માટે પસંદ કરવામાં આવ્યા છે. જેઓની જીલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલની પ્રવેશ કસોટી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, કનેલાવ તળાવ નજીક, ગોધરા, જી.પંચમહાલ ખાતે યોજાશે. તા.૨૯/૦૪/૨૦૨૨ના રોજ બહેનો તથા તા.૩૦/૦૪/૨૦૨૨ના રોજ ભાઈઓ માટે બેટરી ટેસ્ટનું આયોજન સવારે ૭ વાગ્યાથી કરાયું છે. જેમાં કસોટી આપવા ઉપસ્થિત રહેવા માટે પોતાના તાલુકાના કન્વીનરશ્રી/ટ્રેનરશ્રીના ઓર્ડર/મેસેજ સાથે લઇને હાજર રહેવા સીનીયર કોચશ્રી, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોધરાની અખબારી યાદીમાં જણાવાયું છે. જેમાં વધુ માહિતી માટે સિનિયર કોચના કન્વીનરશ્રી રાજેશ જાદવ મો.૭૭૭૯૦૮૦૬૫૮ પર સંપર્ક સાધવા વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here