ડભોઇ બ્રહ્મકુમારી દ્વારા 87 મી બ્રહ્માકુમારી ત્રિમૂર્તિ શિવ જયંતિની ઉજવણી કરાઈ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રીના પુનિત પર્વ નિમિત્તે 87 મી ત્રિમૂર્તિ શિવ જયંતિ કાર્યક્રમ આયોજિત ખેતીવાડી બજાર સમિતિ મેદાન ડભોઇ ખાતે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો જેમાં સત્યમ શિવમ સુન્દરમ પરમાત્માનો પરિચય જીવનને તનાવ મૃકત તથા મૂલ્ય સંપન્ન અને શિવ ધ્વજ વંદન વિધિ સાથે જીવનને શ્રેષ્ઠ બનાવવા પ્રતિજ્ઞા લેવડાવી હતી અને શિવજીની પૂજા સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ડભોઇ બ્રહ્માકુમારીઝ પરિવાર સંચાલિત ગ્રુપ અને નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી કારોબાર ચેરમેન વિશાલભાઈ શાહ શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પટેલ મહાનગરપાલિકાના સદસ્ય આશિષભાઈ જોશી અગ્રણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here