મોરબી ખાતે રામધન આશ્રમમા પરપ્રાંતીઓ દ્વારા છઠ્ઠ પૂજાનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો

મોરબી, આરીફ દીવાન :-

મોરબી શહેર-જિલ્લામાં નામાંકિત સેવાકીય પ્રવૃત્તિ માં જાણીતા આશ્રમ એવા રામધન આશ્રમ ખાતે સર્વે સમાજના એકતાના પ્રતીક કાર્યક્રમો અવાર નવાર શ્રદ્ધાપૂર્વક કાર્યક્રમો યોજાતા હોય છે તેવા લોકપ્રિય રામધન આશ્રમ ખાતે ગુજરાત સહિત બહારના રાજ્યોના પણ શ્રદ્ધાળુઓ માટે ધાર્મિક પ્રવૃત્તિ અંતર્ગત પરપ્રાંતીઓ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં બહારના રાજ્યમાંથી આવી પોતાનું ગુજરાન ચલાવતા લોકો એવા પરપ્રાંતીઓ દ્વારા રામધન આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં શ્રદ્ધા સાથે પરપ્રાંતીઓ સહિત આશ્રમના સંચાલકો ભક્તિભાવે ધાર્મિક કાર્યોમાં રંગાયા હતા જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે બહારના રાજ્યમાંથી

મોરબીમાં વસતા યુપી, એમપી અને બિહાર સહીતના બહારમા રાજયોમાંથી કામકાજ અર્થે મોરબીમાં વસવાટ કરતા પરપ્રાંતિય મજુર પરિવારો દ્વારા રામધન આશ્રમ ખાતે છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સૂર્યપૂજા, યજ્ઞ વગેરે કરવામાં આવેલ અને છઠ્ઠ પૂજામાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. મોરબીના રામધન આશ્રમે છઠ્ઠ પૂજાની ઉજવણી સારી રીતે કરી શકાય તે માટે આશ્રમના મહંત ભાવેશ્વરીબેન તેમજ દિલીપ મહારાજ પુજારી સહિત મુકેશ ભગતે શ્રદ્ધાળુઓ માટે સારી એવી વ્યવસ્થા કરી આપી હતી. જે તસવીરમાં નજરે પડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here