ગોલા ગામેથી ફોર્ડ ફીયાસ્ટા ગાડી GJ-08-R-7555 ની માંથી ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને પકડી પાડતી ધાનેરા પોલીસ

ધાનેરા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ નાઓની સુચના અન્વયે જીલ્લા માંથી દારૂની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવ સાહેબ થરાદ વિભાગ થરાદ નાઓના માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સપેક્ટ બી.વી.પટેલ ધાનેરા નાઓની સુચના મુજબ આજરોજ પો.સ.ઇ બી.સી.છત્રાલીયા તથા અ.પો.કો અશોકભાઇ દાનાભાઇ તથા અ.પો.કો ભીખાભાઇ જીવરાજભાઇ તથા અ.પો.કો વિક્રમભાઇ પીરાભાઇ તથા અ.પો.કો ભુરાભાઇ કેવદાભાઇ વિગેરે પો.સ્ટાફના માણસો પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મોજે ગોલા ગામેથી ફોર્ડ ફીયાસ્ટા ગાડી GJ-08-R-7555 ની માંથી ગે.કા અને વગર પાસ ભારતીય બનાવટની વિદેશી દારૂ/બીયરની બોટલો નંગ-૨૨૯ કિ.રૂ.૨૫,૫૭૫/- તથા ફોર્ડ ફીયાસ્ટા ગાડી GJ-08-R-7555 ની કિં.રૂ.૧,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- એમ મળી કુલ કિં.રૂ.૧,૨૬,૦૭૫/- ના મુદ્દામાલ સાથે (૧) વિક્રમભાઇ સ/ઓ બાબુભાઇ અમરાજી માજીરાણા રહે. ડીસ લીલાશાનગર તા. ડીસા તથા (૨) રાજેશભાઇ સ/ઓ લાલજી હેમાજી માજીરાણા રહે. ડીસા મેલડી માતાના મંદિર પાસે,વાદી ટેકરા તા. ડીસા વાળાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here