જાંબુઘોડા : મહારાષ્ટ્રના માલેગાંવ વિસ્તારમાંથી નાસિક કતલખાને લઈ જવા હતા ૧૦૦ ઉપરાંત ઊંટ ને ઝડપી પાડવામાં આવ્યા

જાંબુઘોડા, (પંચમહાલ) ચારણ એસ વી (બોડેલી) :-

મહારાષ્ટ્રના માલેગાંવ વિસ્તારમાંથી નાસિક કતલખાને લઈ જવા હતા ૧૦૦ ઉપરાંત ઊંટ ને ઝડપી પાડવામાં આવ્યા હતા જેને થોડા સમય માટે મહારાષ્ટ્રના માલેગાવ વિસ્તારમાં આવેલા પાંજરા પોળમાં રાખવામાં આવ્યા હતા અને તેની પ્રાથમિક સારવાર તેમજ ઘાસચારાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૫ મી મેના રોજ આ ઊંટને રાજસ્થાનના શિરોહી ખાતે આવેલ મહાવીર ઊંટ અભયારણ્યમાં મોકલવા માં આવ્યા હતા
આ ઊંટ ને ત્યાં લઈ જવા મહારાષ્ટ્ર પ્રશાસને ઊંટ ને હેન્ડલ કરી શકે તેવા રાજસ્થાનથી પાંચ જેટલા વ્યક્તિઓ ને બોલાવી ૧૫ મી મેના રોજ ઊંટના કાફલા સાથે નીકળેલા પાંચ વ્યક્તિઓ આજરોજ બોડેલી તેમજ જાંબુઘોડા ખાતે આવી પહોંચ્યા હતા
મહારાષ્ટ્ર થી નીકળ્યા ત્યાંથી દરેક તાલુકા પોલીસ આ ઊંટ લઈ જઈ રહેલા ને પ્રોટેક્શન આપે છે અને તાલુકાની હદ સુધી છોડી આવે છે તાલુકાની હદ પૂર્ણ થયા બાદ જે તાલુકાની હદ લાગે છે તે તાલુકા પોલીસ આ ઊંટને પોલીસની દેખરેખ હેઠળ આગળ લઈ જવા માટે આવી જાય છે
મહારાષ્ટ્ર પ્રશાસનના પત્ર માં જણાવ્યા મુજબ ૨૯,૪ તેમજ અલગ અલગ દિવસે મળી કુલ ૧૦૦ ઉપરાંત ઊંટને કતલખાને લઈ જવાતા પકડ્યા હતા અને ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકારે આ ઊંટો ને મેડિકલ ચેકઅપ તેમજ તેઓના ઘાસચારાની તથા તેઓને રાખવાની વ્યવસ્થા કરી હતી પરંતુ આ ઊંટ ને વધુ સમય રાખી શકાય તેમ ન હોય રાજસ્થાનના શિરોહી ખાતે આવેલ મહાવીર ઊંટ અભ્યારણ્ય નો સંપર્ક કરી આ ઊંટ ને શિરોહી રાજસ્થાન મોકલવા માટેની તજવીજ હાથ ધરી હતી અને ઊંટ ને હેન્ડલ કરી શકે તેવા ઊંટ ચરાવવા તેમજ કાયમ ઊંટ રાખતા હોય તેવા વ્યક્તિ ઓને રાજસ્થાન થી બોલાવ તેઓને જરૂરી દસ્તાવેજો આપી ઊંટ લઈ શિરોહી જવા માટે ૧૫ મી મે ના રોજ રવાના કર્યા હતા
ઊંટ લઈ શિરોહી જવા રવાના થયેલા પાંચ પૈકી દાંતીવાડા ના રહેવાસી કર્ણા રામ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર થી નીકળ્યા ત્યારથી સૌ પ્રથમ મહારાષ્ટ્રની તાલુકા દીઠ પોલીસ સ્ટેશન ની પોલીસ ની નિગરાની હેઠળ આગળ બીજી પોલીસ સ્ટેશન ની હદ સુધી છોડી દેતા હોય છે એજ રીતે તેઓ ને ગુજરાત પોલીસે પણ આગળ રવાના કર્યાં હતા જેઓ આજ રોજ બોડેલી અને જાંબુઘોડા ની મધ્યે પહોંચી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here