જબુગામ બોડેલી હાઈવે માર્ગ પરના મેરીયા બ્રિજ પર રેતીના થર જામતા અકસ્માતની ભીતિ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૫૬ પરના જબુગામ બોડેલી માગૅ પર મેરીયા બ્રિજ પર તેમજ હાઈવે માર્ગની બંને સાઈડ પર રેતીના ઢગ ખડકાતા અકસ્માત થવાની દહેશત વતૉઈ રહી છે વિકાસ સાથે સંકળાયેલા અનેક ગામોને જોડતા વાહનવ્યવહારથી ધમધમતા આ માગૅ પરના મેરીયા બ્રિજ તેમજ હાઈવે માર્ગને અડીને ઠેર ઠેર રેતીના ઢગ ખડકાતા અકસ્માત વધવા પામ્યો છે તેમજ આ માગૅ પરથી રોજિંદી સેંકડો ટ્રકો,હાઇવા,ડમ્પરો સહિતના વાહનો રેતીનું વહન કરે છે પણ તેઓ નિયમોનું છડેચોક ઉલંઘન કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીના પાવીજેતપુર, જબુગામ, બોડેલી પંથક પટ વિસ્તારમાંથી રોજની સેંકડોની સંખ્યામાં રેતીની ટ્રકો, ડમ્પરો સહિતના વાહનો ભરાય છે ટ્રકોમાં ચિક્કાર રેતી ભરી લઈ જઈને તાડપત્રી કે પ્લાસ્ટિક પણ ઢાંકતા નથી ઓરસંગ કાંઠાના વિસ્તારોમાં તો જાણે રેતી ઉલેચવાના કાયદેસર ગેરકાયદેસર લીઝ ધારકોનો રાફડો જામવા સાથે હોડ જામી છે ટ્રકોમાં પાણી વાળી રેતી ભરી લઈ જઈ ડામર માર્ગોને મોટાપાયે નુકસાન પહોંચાડે છે.જબુગામ બોડેલી હાઈવે માર્ગ પરના અકસ્માત ઝોન ગણાતા મેરીયા બ્રિજ સહિત હાઈવે માર્ગ પર બંને સાઈડ પર રેતીના સ્ટોકના પહાડી ડુંગરો ખડકાતા વધુ ફેરાની લ્હાયમાં આંટાફેરા મારતા ટ્રક ચાલકો દિવસની એક જ રોયલ્ટી પર અનેક ફેરા મારતાં હોય ઓવરલોડ રેતી ભરેલી ટ્રકોમાંથી રેતી હાઈવે માર્ગ પર પથરાય છે જેથી રોડપર અડધા ફૂટ જેટલા રેતીનાં થરના કારણે દ્વિચક્રી વાહન ચાલકો રેતીમાં લપેટાઈ જવા સાથે સ્લીપ ખાઈને પડવાનાં બનાવોથી અકસ્માતોનું પ્રમાણ વધવા પામ્યું છે ત્યારે તંત્ર દ્વારા આ રેતી દુર કરવી જરૂરી છે.તેમ જબુગામના ખેડૂત રાજનભાઈ પરીખે જણાવ્યું હતું.પાવીજેતપુર બોડેલી હાઈવે માર્ગ પર જીવના જોખમે બાઈક લઈને મુસાફરી કરવી પડે છે રસ્તાની બાજુમાં એક્ઠી થયેલી રેતીના કારણે બાઈક સવારો અવાર નવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે આ હાઈવે માર્ગ પર જીવનાં જોખમે બાઈક લઈને મુસાફરી કરવી પડે છે ત્યારે તંત્ર દ્વારા આ રેતી હટાવાઈ તેવી માંગ છે જબુગામ રાજપૂત સમાજના આગેવાન મારુતિસિંહ રણાએ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here