હાલોલ વિધાનસભા મતવિસ્તારમાં ભરત રાઠવાની આગેવાનીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

હાલોલ.(પંચમહાલ) મુઝફ્ફર મકરાણી :-

આજરોજ 24 એપ્રિલના રોજ આ મિટિંગમાં પંજાબ દીલ્હી ઓફજર્વ ની ઉપસ્થિતીમાં તેમજ જિલ્લા તાલુકાના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને બોરીયા ગામના સો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા અને આવનારા સમયમાં હાલોલ વિધાનસભામાંથી ટૂંક સમયની અંદર દસ હજાર કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાશે ભરત રાઠવા દાવો કર્યો છે. આ રેકોર્ડ ટૂંક સમયમાં હાલોલ વિધાનસભામાં સ્થપાશે આગામી આયોજન રણનીતી માઈક્રો પ્લાનિંગ તેમજ વિધાનસભા સીટ જીતવા ની તમામ તૈયારી આમ આદમી પાર્ટી દ્વારા કરી દેવામાં આવી છે ત્યારે ગામેગામ જઈને ઓનલાઈન સભ્ય બનાવવામાં આવે છે અને તમામ કાર્યકરોને આ બાબતેની ટ્રેનિંગ બ્લોક લેવલ પર આપવામાં આવે છે હાલોલ વિધાનસભા પ્રભારી દ્વારા આગામી વિધાનસભા જીતવાની માઈક્રો પ્લાનિંગ થઈ ચૂક્યા છે અને ખૂબ મજબૂતાઈથી આમ આદમી પાર્ટી હાલોલ વિધાનસભા સીટ જીતશે એવી લોક માંગ છે. અને કાર્યકરો અને લોકોના ઉત્સાહથી એવું લાગે છે કે હાલોલ વિધાનસભા સીટ ખૂબ લીડ થી આમ આદમી પાર્ટી પાર્ટી જીતશે
ચૂંટણી ની જાહેરાતો થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી વિધાનસભા મતવિસ્તારમાં એનો ખુબ મજબુત સંગઠન બનાવશે અતિ મજબુત સંગઠન અને લોકોના જન સંવાદ દ્વારા ગુજરાતની કંઈ જન્તા ને કય કય તકલીફો પંડે છે .તે સાંભળવામાં પણ આવશે આ મીટીંગ જન સંવાદ આગમી હાલોલ વિધાનસભામાં અરાદ ખાતે ૨૯ તારીખે રાખવામાં આવશે તેમા આપના નેતા ઈશુદાન ગઢવી પધારવાના છે અને બોરીયા મિટિંગમાં જનસભા બાબતેની કાર્યક્રમની રૂપરેખા ની ચર્ચા પણ કરવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here