છોટાઉદેપુર : સુરખેડા ગામ પાસે બનાવવામાં આવેલ નાળાની સિક્યુરિટી દીવાલ ભયજનક હાલતમાં

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

વહીવટી તંત્ર કોઈ હોનારતની રાહ જુએ છે કે શું.?તેની મરામતની તાતી જરૂરિયાત ઊભી થવા પામી

છોટાઉદેપુર ખાતે નવી અધતન ઊભી કરાયેલી આર.ટી.ઓ ચેકપોસ્ટ સામે આવેલ નાળા ની દિવાલ ઝોલા ખાતી હાલતમાં જોવા મળી રહી છે, ત્યારે હાલ ચોમાસુ દસ્તક દઈ ચૂક્યો છે અને ચોમાસા ના દિવસોમાં વાવાઝોડા વરસાદ અને પવન ના કારણે અનેક હોનારતો બનતી હોય છે. તેવામાં આ મારામત માંગતી દિવાલ ધરાશય થવાના કારણે મોટી હોનારતની તીવ્ર સંભાવનાઓ રહેલી છે ત્યારે આર. એન્ડ બી વિભાગ દ્વારા સત્વરે તેનું મૂલ્યાંકન કરવામાં આવે અને મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ચોમાસા પહેલા દરેક વિભાગ દ્વારા પ્રીમોન્સુન કામગીરી કરવાની હોય છે. અને મરામત માંગતી ઇમારતો રોડ રસ્તા ઓની મરામત કરાવવાની હોય છે. ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રમોશન કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે….?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here