છોટાઉદેપુર : સંખેડાના સર્કલ ઓફિસરને ચાર વર્ષની સજા ફટકારતી કોર્ટ

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સંખેડા સેવા સદનમાં તત્કાલિક સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા વર્ગ ત્રણના કર્મચારી સાથે લાંચ સ્વીકારવાના ગુનો નોંધાયો હતો જે જે કેસ ચાલી જતા આરોપી તત્કાલિક સર્કલ ઓફિસરની સ્પેશિયલ જજ એસીબી તથા સેશન્સ જજ દ્વારા ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે વર્ષ 2021 માં તત્કાલિન સર્કલ ઓફિસર તરીકે ફરજ ફરજ બજાવતા રાકેશકુમાર જેઠાભાઈ પાટીદાર દ્વારા એક અરજદાર પાસેથી વડીલો પાર્જિત જમીનના પરિવારજનો ના નામ ઉમેરવા માટે રૂપિયા 14000 ની લાંચ માંગવામાં આવી હતી જે અરજદાર દ્વારા ACBને ફરિયાદ કરતા 18 મી ઓક્ટોબર 2021 એન્ટ્રી કરપ્શન વિભાગ દ્વારા છટકો ગોઠવામાં આવ્યું હતું અને સર્કલ ઓફિસર રાકેશકુમાર જેઠાભાઈ પાટીદારને ₹14,000 લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. જે અંગે સ્પેશિયલ જજ એસીબી તથા સેશન જજ, ડી,પી ગોહિલની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારની ધારદાર દલીલોનું માન્ય રાખી આરોપી રાકેશભાઈ જેઠાભાઈ પાટીદારની કસૂરવાર ફેરવી આરોપીને લાંચ રુશ્વત પ્રતિબંધન ધારા 1988ની કલમ 7A મુજબ ના શિક્ષાપાત્રના ગુના બદલ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 10000 દંડની સજા કરવામાં આવી છે તેમજ લાંચ રુશ્વત પ્રતિબંધક ધારા 1988 ની કલમ 13 2 સાથે વાંચતા કલમ 13 એક એ મુજબ શિક્ષાપાત્ર સબ ચાર વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 15,000 નો દંડ સજા ફટકારવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ એક સરકારી કર્મચારી સામે ACB કેસમાં કોર્ટ દ્વારા ચાર વર્ષની સજા ફટકારવામાં આવતા કર્મચારી આલમમાં સન્નાટો છવાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here