અરવલ્લી : ગણેશપુર ગામની સીમમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલો તથા બીટર ટીન/બોટલો નંગ-૬૮ કી.રૂ.૬૬૪૨/- નો મુદ્દામાલ ઝડપી પાડતી મોડાસા ટાઉન પોલીસ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા શ્રી શૈક઼ાલી બારવાલ સાહેબ પોલીસ અધિક્ષક અરવલ્લી-મોડાસા તથા શ્રી
કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મોડાસા વિભાગ મોડાસા નાઓએ અરવલ્લી જીલ્લામાં તથા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનની બદી નેસ્ત નાબુદ કરવા તથા હાલમાં ચાલી રહેલ નવરાત્રીના તથા અગામી સમયમાં આવી રહેલ દશેરા તથા દિવાળીના તહેવાર અનુસંધાને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો તથા જુગાર તથા નશીલા માદક દ્રવ્યોની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો ઉપર વોય રાખી રેઇડો કરી અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન અને સુચનાઓ આપેલ હતી જે અન્વયે શ્રી.ડી.કે.વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનનાઓની સુચનાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો ઉપર વોચ રાખી રેઇડો કરી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ જે અન્વયે શ્રી.બી.કે. ભુનાતર પો.સ.ઇ તથા વિલેજ બીટ સ્ટાફ તથા સર્વેલન્સ સ્કોડ ના માણસો ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ તપાસમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે ગણેશપુર ગામમાં રહેતા જીગરકુમાર જેઠાજી ડામોર નાઓ પોતાના ઘરે ગેકાયદેસર અને વગર પાસ પરમીટનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો સંતાડી રાખી તેનો વેપાર કરે છે તેવી બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ સદરીના ઘરે જઇ જોતાં સદરી ઇસમ ઘરે હાજર મળી આવેલ જેને સાથે રાખી ઘરમાં તેમજ ઘરની આસપસ
તપાસ કરતાં ઘરની આગળના ભાગે આવેલ ઝાડી ઝાંખરાઓમાં ઇંગ્લીશ દારૂ તથા બિયરના ટીન/બોટલો છુટી મળી આવેલ જે દારૂ તથા બિયરની બોટલો/ટીન સદર
ઇસમે ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે રાખી રેઇડ દરમ્યાનમાં ઘરે હાજર મળી આવેલ હોય જેથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ તથા બીટરના ટીન/બોટલો નંગ.૬૮
કિંમત રૂ.૬૬૪૨/- નો મુદ્દામાલ મળી આવેલ જે અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામ-
જીગરકુમાર જેઠાજી ડામોર રહે.ગણેશપુર,તા.મોડાસા,જિ.અરવલ્લી
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી
(૧) શ્રી ડી.કે.વાઘેલા પોલીસ ઇન્સ્પેકટર મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન
(૨) શ્રી બી.કે.ભુનાતર પો.સબ.ઇન્સ. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન
(૩) એ.એસ.આઇ દોલતસિંહ ભુરસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન
(૪) અ.હે.કો કિશનકુમાર બાબુભાઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન
(૫) અ.પો.કો અશોકભાઇ માવજીભાઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન
(૬) અ.પો.કો પરેશકુમાર બાબુભાઇ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન
(૭) આ.હે.કો જીતેન્દ્રસિંહ કનુસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન
(૮) અ.પો.કો કરણસિંહ મહેન્દ્રસિંહ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here