બોડેલી તાલુકાના કડાછલા ગામે દીપડો હિંસક બનતા ત્રણ દિવસમાં બે પાલતુ જાનવરનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મળતી વિગતાનુસાર ૧૬ ઓક્ટોબરના રોજ કડાછલા ગામે આથમણા ફળિયામાં રહેતા ખેડૂત માધુભાઈ તેમના ઘર પાસે ભેંસ અને તેના બચ્ચાને આગલા દિવસે રાત્રે ઘાસચારો નાખીને સુઈ ગયા હતા.રાત્રીના સમયે હિંસક દીપડાએ ભેંસના બચ્ચા પર હિંસક હુમલો કરી તેનું મારણ કરી ભાગી છૂટ્યો હતો.ગામના સરપંચને હિંસક દીપડાએ કરેલા ભેંસના બચ્ચાના મારણના સમાચાર જાણતા મધુભાઇના ઘરે જઈને જાત તપાસ કરી બોડેલી ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.જંગલ વિભાગ તરફથી દીપડાને ઝડપી પાડવા માટે પાંઝરું ગોઠવવામાં આવ્યું હતું.ગ્રામજનોને એકલા ખેતર ન જણાવી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પરંતુ ૧૮ ઓક્ટોબરના રોજ ફરી દીપડાએ કડછલા ગામના હનુમાન ફળિયામાં રહેતા ખેડૂત રેમાભાઈના ગાયના બચ્ચાનો શિકાર કરી મારણ કર્યું હતું.આમ ત્રણ દિવસમાં બે પાલતુ જાનવરનો દીપડા ઘ્વારા હિંસક હુમલો કરી મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાતા બહાર નીકળવાનું ટાળ્યું છે.ફોરેસ્ટ વિભાગ ફરી હરકતમાં આવ્યું છે.હિંસક દીપડાને પકડવા ફોરેસ્ટ વિભાગ કામે લાગતા અન્ય બીજું પાંઝરું ગોઠવવાની તઝવીજ હાથ ધરેલ છે.ગ્રામજનોને ફોરેસ્ટ વિભાગ ઘ્વારા દીપડા સામે રાખવામાં આવતા સાવચેતીના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.હાલ તો કડાછલા ગામના ગ્રામજનો બહાર નીકળવાનું ટાળી દીપડાને લઈને ભારે અસમંજસમાં મુકાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here