છોટાઉદેપુર નગરમાં બિન વારસી 38 જેટલા રખડતા પશુઓ પકડી જંગલમાં છોડવામાં આવ્યા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરમાં ઘણા દિવસોથી જાહેર રસ્તા ઉપર તથા રાજમાર્ગો પર રખડતા પશુઓ નો ભારે ત્રાસ જોવા મળતો હતો જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે તકલીફ પડતી હતી જ્યારે રસ્તે રખડતા પશુઓ ભારે ગંદકી પણ ફેલાવતા હતા જેના કારણે રસ્તા ઉપર ભારે ગંદકીનું પણ સામ્રાજ્ય જોવા મળતું હતું પરંતુ આ લોકોને પડતી તકલીફને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા છોટાઉદેપુર નગરમાંથી રસ્તે રખડતા 38 જેટલા બિનવારસી પશુઓને ઝડપી પાડી જંગલમાં છોડવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શેહરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બહાર પાડેલ તા.૨૧/૦૮/૨૦૨૩ ની માર્ગદર્શિકા મુજબ શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવવા અને તેમનું નિયંત્રણ કઈ રીતે કરવું તે નક્કી કરવામાં આવેલું છે. જેમાં પશુ માલિકો દ્વારા પશુ રાખવા માટે નગરપાલિકા પાસે થી લાઇસન્સ કે પરમીટ લેવું,RFID ચીપ અને ટેગ લગાડવું ફરજિયાત છે. પશુઓ માટે સુવિધા યુક્ત કેટેલ પોન્ડ બનાવવા,અને જે રખડતા પશુ ઓ પકડાય તે પશુ માલિકો પાસે દંડ ની વસુલાત કરવી જેવી કાર્યવાહી નાં પાસાઓ નક્કી કરી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ ને લાગુ પડતી અમલવારી કરવા જણાવેલ છે.
જે અનુસંધાને છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા આ માર્ગદર્શિકા મુજબ ઠરાવ કરી તેની તાત્કાલિક અમલવારી કરી નગરના જુદા જુદા વિસ્તારોમાંથી કુશળ માણસોનું રોકાણ કરી કુલ ૩૮ જેટલા બિનવારસી રખડતા પશુઓ ને પકડી ને નગર ની સીમા થી ૨ થી ૩ કી.મી. ના અંતરે જંગલ માં મુક્ત કરવામાં આવેલા છે. અને છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નવા સુવિધા યુક્ત કેટેલ પૉન્ડ બનાવવા ના કામ નું આયોજન કરવામાં આવનાર છે. અને વર્ષો જુના હયાત ઢોર ડબ્બાઓ ને ચાલુ કરાવવાની કાર્યવાહી હાથ પર લીધેલ છે.

છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડે જણાવ્યું હતું કે શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બહાર પાડેલી માર્ગદર્શિકા મુજબ છોટાઉદેપુર નગરમાં થી જાહેર માર્ગો અને જાહેર જગ્યાઓ પર રખડતા ભિન વાર્ષિક 38 જેટલા પશુઓ પાલિકા દ્વારા પકડી પાડવામાં આવ્યા છે અને જેઓને જંગલમાં નગર થી ૩ થી ૪ કિમી દૂર છોડી મૂકવામાં આવ્યા છે નગરમાં ભરતી પશુઓના કારણે તકલીફને કારણે ઘણી ફરિયાદો આવતી હતી તેનો નિકાલ કરી દેવામાં આવ્યો છે જ્યારે આ અંગે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર છે વર્ષો જુના હયાત ઢોલ ડબ્બાઓને પણ ચાલુ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here