નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા મહેર સમાજની બાળ કલાકાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું

હિરેન ચૌહાણ,બાબરા

તાજેતરમાં ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય  સંસ્થા દેવભૂમિ દ્વારકાના જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા જુનાગઢ જિલ્લાના મેખડી ગામ ખાતે મહેર સમાજની બાળ કલાકાર ગુજરાતના સુપ્રસિદ્ધ એક્ટર દીકરીઓ આરુષી વીરમભાઈ ઓડેદરા અને એક્ટર આરાધ્યા વીરમભાઈ ઓડેદરાને લોહાણા સમાજના ગૌરવવંતા B. Ed. In Music અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે ભગવાન દ્વારકાધીશનું સ્મુર્તિ, સન્માનપત્ર અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માન કરવામાં આવ્યું તેમજ બાળ કલાકારના પિતાશ્રી વીરમભાઈ ઓડેદરાને સાદર સૂર વંદન સહ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તથા કેડે કટારી અલબેલી લાડી અમે સુરત શેર ગ્યાતા સ્પેશ્યાલિસ્ટ સુપ્રસિદ્ધ કલાકારશ્રી મેરામણભાઈ ઓડેદરાને શાલ ઓઢાડી સન્માનપત્ર તથા પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું જય જય ગરવી ગુજરાત મહામૂલ્ય સૌગાત, ધન્ય ધરા ગુજરાત, લોક કલા સંસ્કૃતિ તો ગુજરાત નો વારસો છે. ગુજરાત સરકારશ્રીનો ઉમદા હેતુ ધ્યાનમાં રાખી ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સંગીત તથા લોકકલા સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વર્તમાન નવોદિત કલાકારોને સંગીત, નૃત્ય અને નાટ્યની મૃત:પાય થતી મુળ કલાની સાચી ઓળખ સમજ અને સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here