છોટાઉદેપુર જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં અનધિકૃત ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ

છોટાઉદેપુર, જાવેદ એન કુરેશી :-

છોટાઉદેપુર જિલ્લામાં આવેલી જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવાસદનમાં આવેલી સરકારી કચેરીઓ, તાબાની પ્રાંત કચેરીઓ, તાલુકાની મામલતદાર કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી તેમજ જયાં રોજે રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવતી હોય તેવી અન્ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઇસમો કે ઇસમોની ટોળકી, સદરહુ કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપી લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટિયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનધિકૃત વચેટિયા તરીકે કામ કરવાનો ઇરાદો રાખતા આવા વ્યકતિઓ/ઇસમોના પ્રવેશ ઉપર છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું સમગ્ર છોટાઉદેપુ જિલ્લાના હકુમત હેઠળના વિસ્તારમાં તા. ૦૩/૦૫/૨૦૨૨ થી તા.૦૨/૦૭/૨૦૨૨ સુધી અમલી રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા મદદ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here