રાજપીપળા નગર સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાબકતા ખેડુતોના પાકને ભારે નુકસાન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ભચરવાડા અને ધમણાચા ગામે ભારે પવન મા કેળ ના તૈયાર પાક ને નુકસાન થતાં ખેડૂતોને રોવા નો વારો

આજરોજ વહેલી સવારે નર્મદા જીલ્લા માં ભારે પવન અને ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ ખાબકતા ખેડુતો ના માથે જાણેકે આભ તુટી પડ્યું હોય એમ ભારે નુક્સાન ખેતી ના પાકો ને પહોચ્યું છે, રાજપીપળા નજીક આવેલા ભચરવાડા ગામ ખાતે તેમજ ધમણાચા ગામ ખાતે ખેડુતો ના કેળ ના ઉભા તૈયાર પાક ભારે પવન ફુંકાતા નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ભચરવાડા ગામ ખાતે રહેતા પીન્ટુભાઇ પટેલ ના ખેતર માં કેળ ના ઉભા પાક ભારે પવન ફુંકાતા જમીન દોસ્ત થતાં આ ખેડૂત ને રોવાનો વારો આવ્યો છે, ગામ માં બીજા ખેડુતો ના પાક ને પણ ભારે નુક્સાન થયું હોય સરકાર પોતાને નુકસાની ની પુરેપુરી રકમ ચુકવે અને મદદરૂપ થાય એવી આશા ખેડુતો સેવી રહ્યા છે.આ મામલે નર્મદા જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે અને નુકસાન જે ખેડુતો ને પહોંચ્યું છે તેમને નાણાકીય મદદ મળે એ ખુબજ જરૂરી બન્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here