વેજલપુરમા ભારત પાક મેચ પર સટ્ટો રમાડતા બે ઝડપાયા સાત સામે પોલીસની કાર્યવાહી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એસ એલ કામોળ ને બાતમી મળેલ છે વેજલપુરના પટેલ ફળિયાનો કમલેશભાઈ ઊર્ફે મહેશ કેશવભાઈ પટેલ દાદાપીર ચલાલી રોડ ઉપર આવેલા ધર્મેન્દ્રભાઈ ભાઈલાલભાઈ પટેલ ના મકાનમા હાલમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ ની મેચો નો સટ્ટા બેટિંગનો જુગાર રમી રમાડે છે જેથી બાતમી વાળા મકાનમાં રેઇડ કરવાની જરૂરી મંજૂરી મેળવી વેજલપુર પોલીસે રેડ કરતા ટીબી ઉપર ભારત પાકિસ્તાન ની ક્રિકેટ મેચ ચાલતી હતી અને ને ઈસમો પલંગ ઉપર બેસીને મોબાઈલ ફોન હાથમા લઇને બેઠેલા હતા જેમના હાથમા લાકડાના પાટિયા પર હિસાબ લખેલુ કાગળ અને બોલપેન મળી આવેલ જેઓના નામ પુછતા કમલેશભાઈ ઊર્ફે મહેશ કેશવભાઈ પટેલ અને બીજાએ પોતાનુ નામ અમનકુમાર ધર્મેન્દ્રભાઈ પટેલ જણાવેલ કમલેશ ઊર્ફે મહેશ એ જણાવેલ કે ટીવી પર મેચ જોઈને ગ્રાહકો મોબાઈલ થી સટ્ટો લખાવે છે અને તે સટ્ટો ગોધરાના ચેતન ઊર્ફે પપ્પી લક્ષ્મણભાઈ શ્યમણાની ને લખાવું છુ અને ફોન ઉપાડવામાં અને સટ્ટો લખવામાં અમનકુમાર પટેલ મદદ કરે છે પોલીસે મહેશ પાસેથી બે મોબાઈલ તેમજ અમન પાસેથી એક મળી કુલ ત્રણ મોબાઈલ કબજે કરી કાગળ ઉપર લખેલ હિસાબ અને કોની કોની સાથે હાર જીત નોસટ્ટો રમાડવાની વિગતો પુછતા ડેરોલ ગામના અનીલ પટેલ અને બંટો પટેલ મોરવા ના અલ્પેશ પટેલ પાસેથી ક્રિકેટ મેચ નો સટ્ટો લખ્યો હોવાની વિગતો બહાર આવતા પોલીસે ગોધરા નાં મુખ્ય સુત્રધાર સહિત કુલ સાત સામે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી એલઈડી ટીવી સહિત ત્રણ મોબાઈલ ફોન અને લાકડાનું પાટિયું, બોલપેન હિસાબ નો કાગળ, મકાન નુ લાઈટ બીલ મુદ્દામાલ તરીકે કબજે કરી રૂ ૬૦,૦૫૦/ નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ આસી. સબ ઇન્સ્પેક્ટર મનીશકુમારે હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here