નર્મદા જિલ્લામાં રૂા.૧૩૧૬.૭૦ લાખના ખર્ચે ૬૯ ગામોના ૬૧૫૦ ઘરોને આવરી લેતી “ગ્રામીણ પેયજળ યોજના” મંજૂર

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસના અધ્યક્ષપદે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો) ની યોજાયેલી બેઠક

નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો) ની બેઠકમાં જિલ્લાના ૬૯ ગામોના કુલ ૬૧૫૦ ઘરોને આવરી લેતી રૂા.૧૩૧૬.૭૦ લાખના ખર્ચની પીવાના પાણીની “ગ્રામીણ પેયજળ યોજના” ને મંજૂરી આપવામાં આવી છે.

જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્યસચિવ અને વાસ્મોના કાર્યપાલક ઇજનેર વિનોદ પટેલ, પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ, જિલ્લા આયોજન અધિકારી ડી.એમ.મકવાણા, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર આર.એ.પટેલ, શિક્ષણ, સિંચાઇ વગેરે વિભાગો સહિતના વાસ્મોના પ્રતિનિધિ ઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસે કેન્દ્ર સરકારના “જલ જીવન મીશન” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ જિલ્લાની મંજૂર થયેલ યોજનાની વિસ્તૃત સમીક્ષા કરી હતી તથા ૧૦૦ ટકા નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ધ કરવા રજૂ થયેલા આયોજન મુજબ નિયત સમયાધિમાં કામગીરી પૂર્ણ થાય તે જોવાની પણ હિમાયત કરી હતી.

વાસ્મોની યોજાયેલી બેઠકમાં રૂા. ૧૩૧૬.૭૦ લાખના ખર્ચ મંજૂર થયેલી ૬૯ ગામોની “પેય જળ યોજના” માં સાગબારા તાલુકાના ગોનઆંબા, નાના કાકડીઆંબા, કાકડપાડા, પીરમંડાલા, હોલીઆંબલી, ચટવાડા, ખડકુની, નાની પરોઢી, ખોચરપાડા, મકરાણ, ભાદોદ, કુયાલા, કુવડાવાડી, ખડકીમહું, કોડખાડી, ખામપાડા, પાટી, દતવાડા, પીપલાપાની ગરૂડેશ્વર તાલુકાના ધનિયાલા, પંચલા, વણજી, જેતપોર-વઘરાલી, વસંતપુરા, મીઠીવાવ, નસરી, નવાપરા(ગરૂ.), નાની રાવલ, સુરજવડ, ગંભીરપુરા ડેડીયાપાડા તાલુકાના દુથર, સેજપુર, પાનસર, કુંભખાડી, ભૂતબેડા, પીંગલાપાડા, મંછીપાડા, રોહદા, ટીમ્બાપાડા, અલમાવાડી, પાનુડા, પણગામ, ઈંદલાવી, શીશખુંટા, પીપારીપાડા, ખુપર બરસાણ, પીપલા, નવાગામ(પાનુડા), ગોપાલીયા, ટીલીપાડા, ધનોર તિલકવાડા તાલુકાના ડાભીયા, ઈન્દ્રમા, કસુંદર, જેસીંગપુરા, મોરા, નાના વોરા, વઘેલી ગામોનો ઉક્ત મંજુરીમાં સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here