છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપા સ્થાપનાદિનની ઉજવણી કરવાં માં આવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ભારતીય જનતા પાર્ટી ઘ્વારા ૬ઠ્ઠી એપ્રિલના રોજ ભાજપા સ્થાપના દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવે છે. આજરોજ ભાજપ સ્થાપના દિવસ ની ઉજવણી છોટા ઉદેપુર જીલ્લા કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા ની અધ્યક્ષતા માં કરવામાં આવી હતી. સેવાકીય કાર્યક્રમો ગોઠવી પ્રત્યેક બુથોમાં કરવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા ભાજપ ના હોદ્દેદારો એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રવચન ને નિહાળ્યું હતું જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, મહામંત્રી શંકરભાઈ રાઠવા, મેહુલભાઈ પટેલ, જશુભાઈ રાઠવા, મુકેશભાઈ પટેલ સહિત પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ભાજપા સ્થપાના દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here