નર્મદા મૈયાની પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વયો વૃધ્ધ શ્રદ્ધાળુઓ, સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને ને માટે ખાસ માગૅદશૅન જારી

નર્મદા મૈયાની પંચકોશી  ઉત્તરવાહિની પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જેમાં હાલની ગરમીને ધ્યાને રાખી વયોવૃદ્ધ વ્યક્તિઓ, નાના બાળકો તથા સગર્ભા મહિલા વગેરેએ આ પરિક્રમા સવારે ૧૦:૦૦ વાગ્યા પહેલા પરિપૂર્ણ કરવી હિતાવહ છે. તેમજ પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ પાસે પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી, લીક્વીડ, શરબત હોવા જરુરી છે. પરિક્રમાં માટે ખુલતા કપડાં પહેરવા, ટોપી, છત્રી સાથે રાખવી જરૂરી છે.

*જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ભાવિકો માટે ખડેપગે*

પરિક્રમા વાસીઓને આરોગ્ય લક્ષી કોઈપણ તકલીફ ઊભી થાય તો તે માટે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નર્મદા દ્વારા પ્રાથમિક સારવાર ટીમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં શ્રી રણછોડજી મંદિર, રામપરા કીડી મકોડી ઘાટથી સીતારામ બાપુ આશ્રમ માંગરોળ, માંગરોળ ગામ ચોક મોટી ભાગોળ (ડેરી), તરસાલ ઘાટ, નર્મદા નદીના કિનારે નંદી પ્રતિમા પાસે રેંગણ ઘાટ ખાતે મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ની કચેરી તરફ થી જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here