છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મામલતદાર પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધારકો ને લઇ કેવાયસી ની ઝુંબેશ હાથ ધરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

“સંતોષ કારક રેશનકાર્ડ ધારકોને કે.વાય સી.કરી આપતા રેશનકાર્ડ ધારકો નો ઘસારો જોવા મળ્યો”

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સેવા સદન ખાતે મામલતદાર કચેરીમાં રેશનકાર્ડ ધારકોને કેવાયસી ઝુંબેશ પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને આં કેવાયસી જે સસ્તા અનાજની દુકાનમાંથી સરકારની યોજના નો લાભ મેળવતા લાભાર્થીઓ માટે ખાસ એક મહત્વની ઝુંબેશ અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા હાથ ધરવામાં આવી છે. કેવાયસી ઝુંબેશ પુરવઠા વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. જે સસ્તા અનાજની દુકાનમાંથી ખરેખર એ જ રેશનકાર્ડ ધારક છે તેની કેવાયસી માં ખરાઈ કરવાની એક પ્રક્રિયા છે. પુરવઠા વિભાગના અધિકારી રાજેશ ભટોળ એ ગ્રાહકોને સંતોષ પૂર્વ રીતે અનેક રેશન કાર્ડમાં આવતા ધારકોને કેવાયસી કરી આપવામાં આવી હતી આ કેવાયસી ઝુંબેશ માં પુરાવા તરીકે રેશનકાર્ડ ધારકોએ રેશનકાર્ડ તેમજ આધારકાર્ડ અને રેશનકાર્ડમાં દરેક વ્યક્તિના નામ હોય તેનાં આધારકાર્ડ અવશ્ય કચેરી ખાતે લઈને જવા તેમ પુરવઠા ભાગના અધિકારી રાજેશ ભટોળ એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here