છોટાઉદેપુર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મુકાયું…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકોમાં સહાય મેળવવા માટેતા ૨૨/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૫/૨૦૨૩ સુધી આઈ ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujart.gov.in) માં અરજી આમંત્રિત કરવામાં આવે છે. અલગ અલગ ઘટકો માટે અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે, જે ખેડૂતમિત્રો બાગાયત ખાતાની કોઈ પણ સહાય યોજનામાં લાભ લેવા માગતા હોય તેઓએ ઉપરોક્ત જણાવેલ સમયગાળા દરમ્યાન ગ્રામ પંચાચતના ઇ-ગ્રામ પંચાયત કેન્દ્રમાં VCE મારફત અથવા અન્ય ઈન્ટરનેટ દ્વારા પોતાના ૭,૧૨ અને ૮-અ ના તાજા પુરાવા, આધારકાર્ડ, આધાર લીન્ક બેન્ક ખાતાની વિગત તેમજ જાતિનો દાખલાની વિગત સાથે લઈ જઈને લાભ લેવા માંગતા ઘટક હેઠળ સમયસર અરજી કરવી તથા અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનિક કાગળો અરજી કર્યા બાદ દીન ૧૭ મા અત્રેની કચેરીએ રૂબરૂ જમાં કરાવવા નાયબ નિયામકશ્રીની કચેરી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ઉપરાંત ટ્યુબવેલ બોરવેલ પંપસેટ ઘટક ખાસ ઓઇલપામની ખેતી કરતા ખેડૂતો માટે જ છે. આ સિવાયના ખેડૂતોને આ ઘટકમાં અરજી કરવી નહિ
આ અંગે કોઈ પુછપરછ હોય તો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી.એસ-૧બીજો માળ, જિલ્લા સેવા સદન,છોટાઉદેપુર, e-mail:ddhchhotaudepur@gmail.com પર તેમજ ફોન ન. ૦૨૬૬૯-૨૩૨૬૨૫ પર સંપર્ક કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here