છોટાઉદેપુર : કદવાલ ગામ ખાતે શેઠ શ્રી એમ એ કદવાલવાલા સ્કૂલમાં બોર્ડની પરીક્ષાઑને લઈ શુભેચ્છા સમારંભ અને રસીદ વિતરણ કાર્યક્રમ યોજાયો

કદવાલ,(છોટાઉદેપુર) આદિત્ય ગુપ્તા :-

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલ કદવાલ ગામ ખાતે શેઠ શ્રી એમ એ કદવાલવાલા સ્કૂલમાં આજરોજ ધોરણ 10 અને 12 ની માર્ચ મહિમમાં યોજાનારી બોર્ડની પરીક્ષાઑને લઈ શુભેચ્છા સમારંભ અને રસીદ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં બોડેલી સ્વામિનારાયણ મંદિરના બે સંત મહાત્મા એ હાજરી આપી હતી અને બાળકોને ધર્મ ઉપયોગી, જીવનમાં ઔદ્યોગિક અને સમક્ષિત ઉપયોગી મહત્વની માહિતીથી અવગત કરાયા હતા.
જેમાં શ્રી ઋષિ સંતએ ખુબજ સરસ પ્રવચન આપ્યું હતું. અને પ્રોજેક્ટર ઉપર બાળકોને વિડીયો બતાવી સમજણ પુરી પાડી હતી. સાથો સાથ શાળા N.s.s સ્વેચ્છિક સેવાના બાળકોને ચા નાસ્તો કરાવી રાષ્ટ્રીય ગાન કાર્યક્રમ થકી સમારંભ ને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here