ધોરાજીના મુસ્લિમ સમાજના અબુભાઈ ચામડીયાએ વિવેકાનંદ ગ્રુપના રાજુભાઈ એરડાનુ સન્માન કર્યુ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી શહેર હિન્દુ મૂસલીમ કૌમી એકતા જાણીતુ છે. વિવેકાનંદ ગ્રુપ ના રાજુભાઈ એરડા કોઈ પણ નાતજાત ના ભેદભાવ વગર લોકો ની મદદ નીસ્વાર્થ ભાવે કરે છે.વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન, ધોરણ ૧૨ પછી શુ? જેવી અત્યંત ઉપયોગી માહીતી વિદ્યાર્થીઓ ને પહોચાડે છે. આથી ધોરાજી ના સામાજીક કાર્યકર અબુભાઈ ચામડીયા (મેતાજી) તેમની સેવાકીય પ્રવૃતી થી પ્રેરાઈ ને રાજુભાઈ એરડા ને શાલ ઓઢાડી પુષ્પગુછ આપી સન્માનીત કરેલ હતા. આ તકે મૂસલીમ અગ્રણી રીયાઝભાઈ દાદાણી, રજાકશાહબાપુ , ભાનુભાઈ ઠાકર સાહેબ, પ્રકાશભાઈ કામદાર, સૈયદ મતીન બાપુ,રાજુભાઈ બગડા , સલીમભાઈ મોગલ, મોહસીનભાઈ તેલી સહિત ના અગ્રણીઓ એ રાજુભાઈ ની કામગીરી ની પ્રશંસા કરેલ અંતે રાજુભાઈ એરડા એ મૂસલીમ સમાજ ના અબુભાઈ ચામડીયા (મેતાજી) નો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here